વોટ્સએપનો વિકલ્પ બની રહ્યો છે સિગ્નલ એપ

એલન મસ્કના મેસેજ બાદ ધડાધડ ડાઉનલોડ થઇ રહ્યું છે સિગ્નલ એપ

આજના નેટ યુગમાં વોટ્સએપ મેસેજિંગ એપ લોકપ્રિય બની ગયું છે ત્યારે એપની કંપનીએ તેની પ્રાઈવસી પોલીસીમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આઠ ફેબ્રુઆરીથી અમલમાં આવનાર નવી પ્રાઈવસી હેઠળ વોટ્સએપનો ઉપયોગ કરનારાઓની તમામ માહિતી કંપની એકત્ર કરશે, અને તેનાથી ઉપયોગ કરનારના બેંક એકાઉન્ટ સહિત કેટલીક ખાનકી બાબતો જોખમમાં મુકાઇ શકે તેમ છે. તેના વિકલ્પ રૂપે આવું જ એક અન્ય એપ સિગ્નલ ડાઉનલોડ થઇ રહ્યું છે.

વોટ્સએપમાં ભારતના 40 કરોડ ઉપભોકતા છે સમગ્ર વિશ્વમાં 200 કરોડ લોકો વોટ્સએપ મેસેજિંગ એપનો ઉપયોગ કરે છે. પ્રતિ મિનીટ 3 કોરોડ મેસેજ વોટ્સઅપ અપલોડ થાય છે. ફેસબુક દ્વારા આ એપનું માલિકી લઇ લીધા બાદ તેની પ્રાઈવસી પોલીસી દ્વારા ફેરફાર કરીને ફેસબુકને પણ કમાણી થાય તેવો રસ્તા અપનાવવામાં આવ્યો છે. પરંતુ તેનાથી ઉપભોકતાની ખાનગી બાબતો જોખમમાં મુકાઇ શકે તેમ હોવાથી લોકો તેનો વિકલ્પ શોધી રહ્યા છે.

દુનિયાના સૌથી ધનિકટેસ્લા કંપનીના એલન મસ્ક દ્વારા અમેરિકામાં ટ્રમ્પના ટેકેદારો દ્વારા જે તોફાન મચાવવામાં આવ્યું તે વખતે એલન મસ્ક દ્વારા એવો સંદેશો આપવામાં આવ્યો કે, સિગ્નલનો ઉપયોગ કરો કેપિટલ હિલ પર હુમલો કરનારાઓને મદદ કરવામાં ફેસબુક પણ સામેલ છે. તેમના આ એક મેસેજના પગલે લોકો હવે સલામત એપ સિગ્નલ તરફ વળી રહ્યા છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો હવે વોટ્સઅપના બદલે સિગ્નલને તેની તરફ આવવાનો સિગ્નલ એટલે કે ઇશારેો કરે તો નવાઇ નહીં.

 128 ,  1