વડોદરામાં એક સાથે 5 PIની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

 વડોદરા પોલીસ બેડામાં મોટા ફેરફારો, ક્રાઈમ બ્રાંચમાં એક સાથે 3 પી.આઈ.ને મૂકાયા

વડોદરા શહેર પોલીસ બેડામાં મોટો ફેરફાર થયો છે. શહેરના એક સાથે PIની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશર આર. બી. બ્રહ્મભટ્ટે શહેરના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)ની બદલી કરી છે. પોલીસ કમિશ્વરે મહત્વની શાખાઓના પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમો કર્યા તેમાં મહત્વની વાત એ છે કે પહેલી વાર ક્રાઈમ બ્રાંચમાં એક સાથે 3 પી.આઈ.ને મૂકાયા છે.

આ બદલીઓમાં પોલીસ કમિશનરના રીડર પી.આઇ. નિલેશ બ્રહ્મભટ્ટની એસઓજીમાં બદલી કરાઇ છે. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.જે.પટેલની બદલી પીસીબીના પી.આઇ. તરીકે અને પીસીબીના પી.આઇ. આર.સી. કાનમિયાની બદલી ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી છે. એસઓજીના પીઆઇ એમ.આર. સોલંકીને પણ ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે. જેથી ક્રાઇમ બ્રાન્ચમાં પહેલી વાર ત્રણ પીઆઇ ફરજ બજાવશે. જ્યારે સ્પેશિયલ બ્રાન્ચના પીઆઇ એમ.વી.ગઢવીને ટ્રાફિક પીઆઇ તરીકે મૂકવામાં આવ્યા છે.

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર