કિંજલ દવે બાદ હવે ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા BJPમાં જોડાયા

ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપનો ખેસ પહેર્યો છે. ત્યારે ગુજરાતના વધુ બે ફેમસ સિંગર ભાજપમાં જોડાયા છે. ઐશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા તથા કલાકાર સૌરભ રાજ્યગુરુ આજે વિધીવત રીતે ભાજપનું સભ્યપદ લઈને ભાજપમાં જોડાયા હતા.

ઐશ્વર્યા મજમુદારે પોતાના ફેસબુક પેજ પર ફોટો પોસ્ટ કરીને આ માહિતી આપી છે. ગઈકાલે કિંજલ દવે બાદ હવે સિંગર અને ગરબા ક્વિન ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા, સૌરભ રાજ્યગુરૂ સહિત ભાજપમાં જોડાયા છે. આ તમામ કલાકારોનું સન્માન રાજપથ ક્લબ સામે આવેલા અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

એશ્વર્યા મજમુદારે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે જે પક્ષ રાજ્યનું સારૂ કરતો હોય, દેશનું સારૂ કરતો હોય અને સમગ્ર વિશ્વમાં ડંકો વગાડતો હોય તેની સાથે એક નાનકડા ભાગ તરીકે જોડાવું ગૌરવની વાત છે. ફક્ત હું જ નહીં મારી આખી પેઢી વડાપ્રધાન મોદીથી પ્રેરાય છે અને તેમનાથી પ્રેરાઈને જ હું ભાજપમાં જોડાઈ છું. હું દેશનું સારૂ થાય તેવું ઇચ્છું છું અને મારી સમજ પ્રમાણે ભાજપથી વધારે કોઈ દેશનું સારૂ કરી શકે તેવું મને લાગતું નથી.

અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે આમ તો હું વર્ષ 2012થી ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું. જ્યારે પીએમ મોદી રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે જોડાવા માટે કહ્યું હતું. 7 વર્ષો દરમિયાન ભાજપના અનેક કાર્યક્રમોમાં પ્રસારના માધ્યમોમાં જોડાયો છું. પીએમ મોદીની વિચારાધારાથી પ્રભાવીત છું તેથી જ ભાજપમાં જોડાયો છું.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી