‘ચલો બુલાવા આયા હૈ માતાને બુલાયા હૈ…’ ભજન ગાયક નરેન્દ્ર ચંચલનું નિધન

ભજન સમ્રાટ સિંગર નરેન્દ્ર ચંચલનું નિધન

‘ચલો બુલાવા આયા હૈ માતાને બુલાયા હૈ’ કે પછી ‘ઓ જંગલ કે રાજા મેરી મૈકા કો લેકે આજા’ જેવા ભજનોથી લોકોના દિલમાં રાજ કરનારા ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. નરેન્દ્ર ચંચલ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. ગત ત્રણ દિવસથી તેમની સારવાર દિલ્હીની એપોલો હૉસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓએ આજે બપોરે અંતિમ શ્વાસ લીધા. તેઓએ અનેક પ્રસિદ્ધ ભજનોની સાથે હિન્દી ફિલ્મોમાં પણ ભજનો ગાયા હતા.

નરેન્દ્ર ચંચલના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બૉલિવૂડ અને તેમના પ્રશંસકો શોકમાં છે. નરેન્દ્ર ચંચલ એ નામ, જેણે માતાના જગરાતાને અલગ દિશા આપી. તેઓએ શાસ્ત્રીય સંગીતમાં તો પોતાનું નામ કર્યું હતું ઉપરાંત લોક સંગીતમાં પણ લોકોનું દિલ જીતી લીધું હતું.

 54 ,  1