સિંઘ ઈઝ બેક! વિરોધી ટીમના છક્કા છોડાવવા ફરી મેદાન પર ઉતરશે સિક્સર કિંગ યુવરાજ સિંહ

વર્લ્ડ કપના હિરોની ક્રિકેટમાં વાપસી!

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ધૂરંધર યુવરાજ સિંહ ફરી એકવાર મેદાન પર દેખાશે. તેણે વાપસીની ઘોષણા જાતે જ કરી છે. સોમવારે યુવરાજે આ વાતની ઘોષણા કરી છે અને કહ્યું કે દર્શકોની ડિમાન્ડના કારણે તે ફરી એકવાર મેદાન પર વાપસી કરશે. જો કે યુવરાજે આ વાતનો ખુલાસો નથી કર્યો કે તે કઇ ટુર્નામેન્ટ રમવાનો છે. જો કે એવું બની શકે કે યુવી સચિન અને સહેવાગની જેમ રોડ સેફ્ટી સિરીઝ રમવાનો હોય.

યુવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે. આ તેના છેલ્લા ઇન્ટરનેશનલનો વીડિયો હતો અને બેકગ્રાઉન્ડમાં તેરી મિટ્ટી ગીત વાગી રહ્યું હતું.

યુવીએ પોસ્ટ શૅર કરતાં લખ્યું કે, ભગવાન તમારી મંઝીલ નક્કી કરે છે. ફેબ્રુઆરી મહીનામાં ફેન્સની ડિમાન્ડ પર હું પીચ પર વાપસી કરીશ તમારા પ્રેમ અને સારી દુઆઓ માટે થેન્ક્યું. આ મારા માટે બહું મોટી વાત હશે. હંમેશા સપોર્ટ કરતા રહો આ જ એક સાચા ફેનની નિશાની હોય છે.

તમને જણાવી દઇએ કે યુવરાજ સિંહે 2019માં ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે બાદ તેને ગ્લોબલ કેનેડા ટી20 લીગ અને રોડ સેફ્ટી સિરીઝમાં જોવામાં આવ્યો હતો.

 109 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી