September 18, 2021
September 18, 2021

સચિવાલયના ગેટ પર મને બેસાડજો ભાજપવાળાને અંદર ઘુસવા નહીં દઉ

હરિદ્વારથી ટ્રેન ભરી ગંગાજળ લાવી સચિવાલયને પવિત્ર કરવું પડશે

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનું વિવાદિત નિવેદન

ગુજરાત કોંગ્રેસનાં મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એવું નિવદેન આપ્યું છે જેને પગલે ફરી એકવાર વિવાદનો મઘપૂડો છેડ્યો છે. ગેનીબેન ઠાકોરનો એક વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ભાજપ ધારાસભ્યો સામે વિવાદિત નિવેદન આપતા દેખાઈ રહ્યા છે. ગેનીબેને કહ્યું છે કે મને સચિવાલયનાં ગેટ પર બેસાડજો એકેય ભાજપવાળાને અંદર ઘૂસવા નથી દેવાના.

ગેનીબેને કહ્યું કે જ્યારે આપણી સરકાર આવે એટલે કોંગ્રેસની સરકાર આવે અને હું જો માત્ર ધારાસભ્ય જ હોઉં તો મને મંત્રીપદ નથી જોઈતું, ચેરમેન પદ નથી જોઈતું. કામ પણ નથી કરવું, પરંતુ મને વિધાનસભાનાં ગેટ પર બેસવાનું કામ આપી દેજો. આ ભારતીય જનતા પાર્ટીનાં લોકોને સચિવાયલમાં ઘૂસવા દેવાના નથી. હરિદ્વારથી આખી ટ્રેન ભરીને લાવી અને ગંગાજળથી સચિવાયલ ધોશો ત્યારે સચિવાયલ પવિત્ર થશે.

તેમજ ગરીબ કલ્યાણ અન્ન ઉત્સવ ગુજરાત સરકાર ઉજવવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા હતા ત્યારે ગેનીબેને આ કાર્યક્રમને ફોટા પડાવવા માટેના તાયફા ગણાવ્યા હતા.

નોંધનીય છે કે ગેનીબેન ઠાકોર અગાઉ પણ પોતાના આવા જ નિવેદનોનાં કારણે ચર્ચા અને વિવાદમાં રહ્યા છે. કોંગ્રેસનાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે તેઓ છવિ ધરાવે છે અને પોતાના ભાષણોથી ગુજરાતનાં રાજકારણને ગરમાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.

 34 ,  1