કેન્દ્રીય નાણામંત્રી ગુજરાત આવશે, સીતારામન ગિફ્ટ સિટી ગાંધીનગરની મુલાકાત લેશે

20 નવેમ્બરે અર્થતંત્રને ઊંચું લાવવા પરામર્શ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન ૨૦ નવેમ્બરે ગુજરાત આવી રહ્યાં છે. તેઓ ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. તેઓ ગુજરાત સરકારના પ્રતિનિધીઓ અને ગિફ્ટ સિટીના પદાધિકારીઓ સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં યોજાનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની તૈયારીની સમિક્ષા કરશે.

કોન્ફરન્સમાં વડાપ્રધાન વિશ્વના રોકાણકારો અને ગ્લોબલ બિઝનેસ લિડર્સની સાથે કોરોના બાદ અર્થતંત્રને વૈશ્વિક સ્તરે ઊંચુ લાવવા અંગેના પરામર્ષ બાબતે ચર્ચા કરશે. ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું કે ગિફ્ટ સિટીની ગુજરાત અને ભારતના અર્થતંત્રમાં ખૂબ મોટી ભૂમિકા રહેવાની છે. તેથી ગિફ્ટ સિટીના પટાંગણમાં જ આ કોન્ફરન્સ યોજાશે અને તે પૂર્વે અહીં નાણાંમંત્રી સીતારમણ આવીને તેના સંદર્ભમાં ચર્ચા કરશે. આ વખતે આત્મનિર્ભર ભારત થીમને આધારિત બાબત મુખ્ય મુસદ્દા તરીકે રહેશે. જો કે સોવરેઇન બોન્ડ મામલે પણ આ રાઉન્ડ ટેબલમાં ચર્ચા ફરી એક વાર થશે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી