છ મનપા-576 બેઠકો-2276 ઉમેદવારો : કાઉન્ટ ડાઉન શરૂ…

સીએમ રૂપાણી પીપીઇ કીટ પહેરીને કરશે મતદાન

ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર , ભાવનગર વગેરે શહેરોમાં 144 વોર્ડની 576 બેઠકો માટે ચૂંટણીઓ આવતીકાલ 21 ફેબ્રુઆરીએ યોજાશે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે. કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવતીકાલે પીપીઇ કીટ પહેરીને રાજકોટમાં મતદાન કરશે.

ગુજરાતમાં મીની વિધાનસભા સમાન ચૂંટણીઓ યોજાઇ રહી છે. 21મીએ 6 શહેરોમાં મતદાન હાથ ધરાશે, કુલ 11477 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. મતદાન માટે કુલ 13946 ઇવીએમનો ઉપયોગ કરાશે. મતદારોની કુલ સંખ્યા 1.14 કરોડ છે, અને 576 બેઠકો માટે 2276 મુરતિયા ચૂંટણીજંગના મેદાનમાં છે.

મતદાન સમયે કાયદો વ્યવસ્થા જાળવવા માટે 40 હજાર કરતા વધુ પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જે મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કર્યા છે ત્યાં સામાન્ય કરતા વધુ પોલીસ બંદોબસ્ત યોજવામાં આવશે. પોલીસની સાથે એસઆરપી હોમગાર્ડના જવાનો પણ સહાયમાં રહેશે.

 28 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર