દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગમાં આગ લાગતાં 6 લોકોનાં મોત

દક્ષિણ દિલ્હીના જાકિર નગરમાં સોમવારે રાતે એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાથી 6 લોકોના મોત થયા છે, જયારે 11 લોકોને ઈજા થઈ છે. ફાયરબ્રિગડની 8 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. લગભગ 20 લોકને બચાવવામાં આવ્યા છે. ઈમારતના પાર્કિંગમાં ઉભેલી 7 કાર અને મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગઈ છે.
પોલિસના જણાવ્યા પ્રમાણે, જામિયા માલિયા ઈસ્લામિયા વિશ્વવિદ્યાલયની નજીક આવેલા જાકિર નગરમાં ચાર માળની બિલ્ડિંગમાં રાતે બે વાગે આગ લાગી લાગી હતી. આગ વીજળીના મીટર બોક્સથી ચારે તરફ ફેલાઈ હતી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી