September 20, 2021
September 20, 2021

VIDEO : અફઘાનની રાજઘાની કાબુલમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા

તાલિબાનની મદદ કરવી પાકિસ્તાનને ભારે પડી..!

અફઘાનમાં તાલિબાને બંદૂકની અણીએ પંજશીર સિવાય સમ્રગ અફઘાનિસ્તામાં કબ્જો કર્યો છે અને પ્રાંતને કબ્જે કરવામાં વલખા મારી રહ્યું છે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને પંજશીરમાં તાલિબાનની મદદ કરવી ભારે પડી છે. તાજેતરમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા નોર્ધન એલાયન્સના લડવૈયાઓ પર થયેલા હુમલા બાદ પાકિસ્તાનનો અફઘાનિસ્તાનમાં ખુલ્લેઆમ વિરોધ શરૂ થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાન મહિલાઓ, ISI ચીફ અને પાકિસ્તાન વિરૂદ્ધ રસ્તા પર ઉતરી આવી છે એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને ISI ચીફ ફૈઝ હમીદને પરત કરવાની માંગ કરી હતી.

અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ કાબુલમાં આ પ્રકારનું પ્રદર્શન પહેલી વખત જોવા મળ્યું છે. અહીં મહિલાઓ રાત્રે રસ્તા પર ઉતરી અને પાકિસ્તાન પર પ્રતિબંધની માંગ કરી. ભૂતકાળમાં ઈરાને પાકિસ્તાની એરફોર્સના હુમલાનો પણ વિરોધ કર્યો હતો અને અફઘાનિસ્તાનમાં બહારના દેશની હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવ્યો હતો.

ISI ચીફ એક અઘોષિત પ્રવાસ પર પહોંચ્યા છે
તાલિબાને સત્તા સંભાળતાની સાથે જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના ચીફ ફૈઝ હમીદ અચાનક અફઘાનિસ્તાનના અઘોષિત પ્રવાસે પહોંચી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હક્કાની નેટવર્ક અને તાલિબાન નેતાઓ સાથે સરકારની રચનાને લઈને બેઠક કરવા જઈ રહ્યા છે. અફઘાન નાગરિકો આનાથી નારાજ છે અને પાકિસ્તાનની હસ્તક્ષેપ સામે વાંધો ઉઠાવી રહ્યા છે.

તાલિબાનને સમર્થન આપવાનો આરોપ છે
પાકિસ્તાન પર પહેલેથી જ તાલિબાનને ટેકો આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઘણા મીડિયા અહેવાલો, અમેરિકાના કેટલાક સૈન્ય અધિકારીઓએ પણ દાવો કર્યો છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI તાલિબાન પાછળ છે. જોકે પાકિસ્તાન આ આરોપને નકારી રહ્યું છે.

 27 ,  1