‘સ્માર્ટસિટી’ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણીનો બેફામ વ્યય: તંત્ર મૌન કેમ?

ખોખરા-અમરાઈવાડી માર્ગ પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

સ્માર્ટસિટી અમદાવાદમાં પશ્ચિમ-પૂર્વ વિસ્તારના રહિશો સાથે પ્રાથમિક સુવિધા જેવા કે ગટર-પાણી સહિતના મુદ્દે ઘણો ભેદવાવ રખાતો હોય તેવા દ્રશ્યો અવાર-નવાર સામે આવતા હોય છે. એક બીજુ અનેક વિસ્તારોમા પીવાના પાણીના અપુરતા પેશરથી પાણી નથી પહોંચતું ત્યાં બીજી બીજુ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી વેડફાય છે. ખોખરા-અમરાઈવાડી માર્ગ પરના અનુપમ સિનેમા નજીક આવેલ આશિમા મિલ પાસે પીવાના પાણીની લાઈન લીકેજ થતી જોવા મળી હતી. પીવાના ચોખ્ખા પાણીની લાઈનમાથી પાણીનો રેલો અડધો કિલોમીટર અનુપમ સિનેમા સુધી પહોંચ્યો હતો.

આજ માર્ગ પર અનેક વખત પાણી લીકેજ થવાની ઘટના બાદ પણ AMC તંત્રના અધિકારીઓ અત્યાર સુધી કોઈ કાયમી નિરાકરણ લાવી શકયા નથી જેથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગુણવત્તા વગરના સમારકામને લઈને છાશવારે શહેરમા પીવાના પાણી લાઈનમા ભંગાણ પડતા શુધ્ધ પીવાના પાણીનો અસહ્ય વ્યય થતો જોવા મળી રહ્યો છે.

એકતરફ અનેક વિસ્તારોમા પીવાના પાણીના અપુરતા પેશરથી પાણી નથી પહોંચતું ત્યારે બીજી તરફ જળ વિભાગ ખાતાની બેદરકારીના લીધે શહેરમા અનેક જગ્યાઓ પર લીકેજ થતા રહ્યા છે હવે આમાં પ્રજાનો શું વાંક? શું આ કામનો કાયમી નિકાલ આવશે કે પછી હતું એમને એમ ચાલ્યા કરશે અને પાણીનો બગાડ થતો રહેશે તેવા સવાલો પ્રજામાં ચર્ચાઈ રહયા છે.

 133 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી