દારૂ બદનામ કર દી… મનપાના અધિકારીઓની મહેફિલ કેમેરામાં કેદ!

ઉધના ઝોનમાં ફરજ બજાવતા બન્ને અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ છે અને લોકો બિન્દાસ દારૂ પીવે છે. આ વાત સાબિત કરતા કેટલાંક દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવ્યા છે. જેમાં મનપાના અધિકારઓ દારૂની મહેફિલ માણતા હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ બંને અધિકારીની ઓળખ કરી પાલિકા કમિશનર દ્વારા બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બે ઝોનમાં કમર્ચારીઓ ચાલુ ફરજે દારૂની પાર્ટી કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી.

ઉધના ઝોનમાં ફરજ બજાવતા વિરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શી દારૂની મસ્ત મજા માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતા ઉધના ઝોનના સર્વેયર તરીકે કામ કરતાં બન્ને અધિકારીઓ દારૂ બંધીના લીરેલીરા ઉડાવીને દારૂની પાર્ટી કરતાં હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.

બન્ને અધિકારીઓને જાણે કોઇ ડર જ ના હોય તેમ બિન્દાસ દારૂની પાર્ટી માની રહ્યા છે. એક તરફ ગાંધીના ગુજરાત દારૂબંધીની અમલવારીની રાજ્ય સરકાર વાત કરતી હોય, ત્યાં બીજી તરફ તેમના જ વિભાગના અધિકારીઓ આ રીતે ચાલુ ફરજ દરમ્યાન દારૂની મહેફિલ માણી લીરેલારી ઉડાવી રહ્યા છે.

ત્યારે સવાલ એ થાય છે કે, દારૂબંધી વચ્ચે પાલિકાના આ બન્ને અધિકારીઓ પાસે ક્યાંથી મળી આવ્યો..? તેમજ તેઓ આ દારૂની બોટલ ક્યાંથી અને કોના ત્યાંથી આવી, કઈ પરિસ્થિતિમાં લાવવામાં આવી તે બાબત પણ તપાસનો વિષય બની ગયો છે.

તો બીજી તરફ, ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવી બન્ને અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. આ મામલે પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ઉધના ઝોનમાં ફરજ બજાવતા વીરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શીની ઓળખ કરવામાં આવી છે. પાલિકા દ્વારા બન્ને કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે. 

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર