ન્યૂઝીલેન્ડમાં સ્મોકિંગ ઉપર 2022માં પ્રતિબંધ મૂકાશે

યુવાપેઢીને તમાકુના વ્યસનથી દૂર રાખવા પહેલ

ન્યૂઝીલેન્ડ એક ઐતિહાસિક પહેલ કરવા જઈ રહ્યું છે. સરકારના આરોગ્ય વિભાગે જાહેરાત કરી હતી કે 2022થી ન્યૂઝીલેન્ડમાં સ્મોકિંગ ઉપર પ્રતિબંધ મૂકાશે. યુવાપેઢી તમાકુના વ્યસનથી દૂર રહે તે માટે આજીવન પ્રતિબંધની જોગવાઈ થશે. તે ઉપરાંત તમાકુમાંથી નિકોટીનનું પ્રમાણ ઘટાડી દેવાશે.

ન્યૂઝીલેન્ડની સરકારે યુવાપેઢીને તમાકુના વ્યસનથી દૂર રાખવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ન્યૂઝીલેન્ડ આજીવન સ્મોકિંગ પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. આવતા વર્ષે 2022માં ખાસ બિલ પસાર કરીને કાયદો બનાવવામાં આવશે. તે અંતર્ગત નવી જનરેશન સ્મોકિંગની ચુંગાલ ન ફસાય તે માટે 14 વર્ષ સુધીના બાળકો તમાકુની કોઈ જ પ્રોડક્ટ ન ખરીદે તેનું ખાસ ધ્યાન રાખીને લાઈફટાઈમ પ્રતિબંધ લગાડાશે.

ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. આયેશા વેરાલે કહ્યું હતું: અમે એવું આયોજન કરી રહ્યા છીએ કે યુવાપેઢી સ્મોકિંગથી દૂર રહે. તે માટે આજીવન પ્રતિબંધની જોગવાઈ થશે. 2027 સુધીમાં સ્મોકિંગ ન કરતી હોય એવી જનરેશન સર્જાય તે દિશાના પ્રયાસો હાથ ધરાયા છે. કાયદો 2022માં લાવવામાં આવશે અને 2025 સુધીમાં સિગારેટ તેમજ તમાકુની પ્રોડક્ટમાંથી નિકોટિનનું પ્રમાણ ઘટાડી દેવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે ઉત્પાદકો ઉપર અંકુશ લાવવામાં આવશે. અત્યારે જે રીતે ઝુંબેશ ચાલી રહી છે તેના પરથી સ્મોકિંગ ઘટવાનું પ્રમાણ પાંચ ટકાથી નીચું લાવવામાં દશકા લાગી જાય તેમ છે. હવે તાકીદની અસરથી પગલાં ભરવા પડશે.

અત્યારે ન્યૂઝીલેન્ડમાં 15 વર્ષની વયના 11.6 ટકા યુવાનો સ્મોકિંગ કરે છે. 20 વર્ષ સુધીના યુવાનોની ગણતરી કરવામાં આવે તો આંકડો 29 ટકા થઈ જાય છે. આ સ્થિતિ નિયંત્રણમાં આવે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ન્યૂઝીલેન્ડ આવી પહેલ કરીને દુનિયામાં પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી