September 19, 2021
September 19, 2021

સ્મૃતિ ઈરાનીએ રાહુલની ઉડાવી મજાક, કોંગ્રેસે પણ કર્યો વળતો પ્રહાર

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લઇ તિખા કટાક્ષ કર્યા હતા. સાથે જ સ્મૃતિએ રાહુલની મજાક પણ ઉડાવી હતી. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી લખ્યું કે, અમેઠીએ ભગાડ્યા, અલગ-અલગ સ્થળે બોલાવવાનો સ્વાંગ કર્યો, કારણ કે જનતો નકાર્યા. #BhaagRahulBhaag સિંહાસન ખાલી કરો રાહુલજી કે જનતા આવે છે. ઈરાનીના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ અને બીજેપી સમર્થક આમને-સામને આવી ગયા.

કોંગ્રેસે પણ સ્મૃતિ પર વળતો હુમલો કર્યો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, ચાંદની ચોકે હરાવ્યા, એમઠીએ હરાવીને ભગાડ્યા, જેને વારંવાર જનતાએ નકાર્યા, દરેક વખતે રાજ્યસભાથી સંસદનો રસ્તો મેળવ્યો, હવે અમેઠીએ હારની હેટ્રિકનો માહોલ બનાવ્યો. સુરજેવાલાએ સ્મૃતિની જેમ #BhaagSmritiBhaag પણ લખ્યું.

 61 ,  3