September 26, 2020
September 26, 2020

‘રસોડે મેં કૌન થા…’ સ્મૃતિ ઇરાનીએ રાહુલ પર સાધ્યું નિશાન, જુઓ VIDEO

વીડિયોના અંતમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ‘રાહુલ હી રાશિ હે’ કહેતા જોવા મળ્યા.

છેલ્લા કેટલાક સમયથી ટેલિવિઝન શો ‘સાથ નિભાના સાથિયાં’ની કોકિલાબેનનો સંવાદ સોશિયલ મીડિયા પર મ્યુઝિકલ અંદાજમાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે આ વિડીયોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો અલગ અંદાજ જોવા મળ્યો છે. જેમાં રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ‘રસોડે મેં કૌન થા’નો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહ્યો છે. આ રેપ વીડિયો ઔરંગાબાદના સંગીતકાર યશ રાજ મુહાતે દ્વારા બનાવવામાં આવ્યો હતો તે ખરેખર ટેલિવિઝન શો ‘સાથ નિભાના સાથિયા’ નો સીન છે. તેમાં કોકિલાબેન અને ગોપી વહુ અને રાશિ શામેલ છે. કેટલાક બિટ્સ ઉમેરીને નાટકીય સીનને વધુ નાટકીય બનાવવામાં આવ્યું છે. તેને અત્યંત પસંદ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ઘણા લોકો આ રેપ વીડિયોને રીક્રિયેટ કરી રહ્યા છે જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પણ આ રમુજી સોંગના એક અલગ વર્ઝનને પોસ્ટ કર્યું છે.

વીડિયોમાં રૅપની લાઈન એટલી ચોક્કસ રીતે ફીટ કરવામાં આવી છે કે જોતા એમ જ લાગે કે આ રૅપ સ્મૃતિ ઇરાની જ ગાઈ રહી છે. વીડિયોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જોવા મળે છે. અંતમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ‘રાહુલ હી રાશિ હે’ કહેતા જોવા મળ્યા. આ તેમણે એક ટેલીવિઝન ન્યૂઝ ચેનલમાં તેમના આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ. તેના એક અંશને વીડિયોમાં જોડી રજૂ કરવામાં આવ્યો છે.

 195 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર