સ્મૃતિ ઇરાનીએ કહ્યું: એક વખત અમેઠી જઇ આવજો…

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી ચૂંટણી લડશે. અમેઠીની સાથો સાથ કેરળની વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી આ વિસ્તારને ચર્ચામાં લાવી દીધો હતો. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વાયનાડના લોકોને સાવધાન કરતાં રાહુલ પર અમેઠીમાં કોઇ વિકાસ કાર્ય નહીં કર્યાનો આરોપ લગાવ્યો છે.

આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી ઉમેદવારી પત્ર નોંધાવી . રાહુલ આ વખતે ઉત્તરપ્રદેશમાં પોતાની પરંપરાગત સીટ અમેઠી સિવાય વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યાં છે.

વાયનાડમાં રાહુલને તુષાર વેલ્લાપલ્લી અને અમેઠીમાં સ્મૃતિ ઇરાની સામે ટક્કર થશે.

 42 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર