સ્મૃતિ ઇરાનીના સંસદિય ક્ષેત્રમાં દલિત મહિલા સરપંચના પતિને જીવતો સળગાવ્યો, ત્રણની ધરપકડ

મહિલા સરપંચના પતિને એક મકાનમાં જીવતો સળગાવી આરોપીઓ ફરાર થઇ ગયા

ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના સંસદિય ક્ષેત્ર અમેઠીમમાં દલિત મહિલા સરપંચના પતિને જીવતો સળગાવી દેવાની ઘટનામાં આવી છે. મહિલા સરપંચે પાંચ દબંગો સામે હત્યાનો આરોપ લગાવ્યો છે. મહિલા સરપંચની ફરિયાદ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ છે.

ગુરુવારની રાત બંદોઇયા ગામમાં એક ઉચ્ચ જાતિના ઘરમાં દર્દથી કણસી રહ્યો હોય તેવો અવાજ આવી રહ્યો હતો. જો કે તપાસ કરતા ઘરની અંદર એક વ્યક્તિ આગની જ્વાળાઓમાં લપટાયેલા જોવ મળતા સૌ કઇ હચમચી ગયા હતા. ગામ લોકોએ તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જો કે રસ્તામાં દમ તોડ્યો હતો.

પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બેની શોધ આરંભી છે. જ્યારે જિલ્લા પ્રશાસને કિસાન વીમા યોજના હેઠળ સરપંચના પતિના પરિવારને પાંચ લાખ રૂપિયા આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આ ઘટના મુંશીગંજ પોલીસ મથક વિસ્તારના બંદોઇયા ગામની છે. ગુરુવારે મોડી સાંજે મહિલા સરપંચ છોટકાનો પતિ અર્જુન ગામમાંથી ગાયબ થઇ ગયો હતો. કેટલાક સમય બાદ ગામના જ એક મકાનના કંપાઉન્ડમાં અર્જુન લગભગ ૯૦ ટકા દાઝેલી અવસ્થામાં મળ્યો હતો. જો કે તેના પરિવારજનોએ તેને એ હાલતમાં હોસ્પિટલમાં ભરતી કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં મૃતકનો એક ઓડિયો ફરતો થયો છે. તેમાં તેણે ગામના જ પાંચ લોકો સામે દુશ્મની હોવાનો અને આ પાંચેય લોકોએ માર મારીને તેને બાળી નાખ્યો હોવાની વાત સામે આવી છે. પોલીસે જણાવ્યું કે, અમે મૃતકના પરિવાર દ્વારા જે પાંચ લોકો વિશે શંકા કરાઈ હતી તેને પકડવા તંત્ર દોડતું કર્યું છે. ત્રણ લોકોની ધરપકડ થઈ ગઈ છે. બાકીના બેની શોધ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાની વાસ્તવિકતા હજી સામે આવી નથી.

 100 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર