પ્રાંતિજના પોગલુ ખાતે ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, કેમેરામા તસ્કરો કેદ

તસ્કરો સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી રફૂચક્કર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ ખાતે રાત્રી દરમ્યાન તસ્કરો દ્રારા ત્રણ બંધ મકાનના તાળા તોડી સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે જઇ સીસીટીવી કેમેરાને આધારે તપાસ હાથ ધરી હતી.

પ્રાંતિજના પોગલુ ખાતે ગુરૂવારની રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો દ્રારા પોગલુ ગામમા આવેલ વેરાઈ માતાના મંદિરના પાછળના વિસ્તારમા તથા ડેરી પાસેના વિસ્તારમાં ત્રણ મકાનોને રાત્રી દરમ્યાન નિશાન બનાવ્યા હતા જેમા ડેરી પાસે રહેતા પટેલ પ્રવિણભાઇ જોઇતા ભાઇના બધ મકાનના તાળા તોડી ઘરમા ધુસી ઘરમા રહેલ સોનાની બુટી તથા રમેશભાઇ કાનાભાઇના મકાનમા ધુસી સોનાની બુટી, પેડલ, ૫૦૦૦ રોકડા તથા નગિનભાઇ ના મકાનમા ધુસી ઘર માથી ૮૦૦૦ રોકડાની ચોરી કરી હતી તેમજ ઘરમા રહેલ સરસામાન વેરવિખેર કરીને ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા. ગામમા લાગેલ સીસીટીવી કેમેરામા તસ્કરો કેદ થયા હતા તો ચોરી થઈ હોવાની જાણ મકાન માલિકો દ્રારા પ્રાંતિજ પોલીસ કરવામા આવી હતી. પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી