પ્રાંતિજના પાન પેલેસના કેબીનમાં તસ્કરોએ રોકડ સહિત ૩૦,૦૦૦ ની મતાની કરી ચોરી

કોર્પોરેટરના કેબીનમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પીલુદા-સાંપડ રોડ ઉપર આવેલ ભવાની પાન પેલેસના કેબીનની છત ઉપરનું પતરુ ખોલી તસ્કરો કેબીનમાં પ્રવેશ કરી રોકડ રકમ સહિત અંદાજે ૩૦,૦૦૦ ની ચોરી કરી પલાયન થતા કેબીન માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી

પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પીલુદા-સાંપડ રોડ ઉપર આવેલ ભવાની પાન પેલેસેના કેબીનના છત ઉપરનુ પતરુ ખોલી અજાણ્યા તસ્કરો કેબીનમાં પ્રવેશ કરી કેબીનમા રહેલ ગલ્લામાં રહેલ રોકડા-૫૦૦૦ તથા રજનીગંધા, ચાંદીના સિક્કાઓ તથા સોપારી, તમાકુના ડબ્બા, આરએમડી ના પેકેટ ,બિસ્ટોલના પેકેટ સહિતનો સરસામાન મળી કુલ અંદાજે ૩૦,૦૦૦ ની મતા ની ચોરી કરી તસ્કરો પલાયન થતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા કેબીન માલિક અને પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર-૧ ના કોર્પોરેટર પરમાર ગોવિદજી કેશાજી પ્રાંતિજ પોલીસને જાણ કરવામા આવી હતી.

 39 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી