ગોંડલ : શાળામાં તસ્કરો ત્રાટક્યા, વ્યક્તિ દીઠ ભાગે આવ્યા 10-10 રૂપિયા…!

છ જેટલા ચોરોના હાથે લાગ્યા માત્ર 60 રૂપિયા…

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે ફરી એક વખત તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. માત્ર ચાર દિવસના સમયગાળામાં બે બે વખત ચોરી તેમજ ચોરીના પ્રયાસની ઘટના સામે આવી છે. ચાર દિવસ પૂર્વે દેરડીકુંભાજી ગામે 6 જેટલી દુકાનોના શટર તોડી ને ચોરી તેમજ ચોરીના પ્રયાસની ઘટના ને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત દેરડીકુંભાજી ગામે શાળામાં પ્રવેશ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.

દેરડીકુંભાજી ગામે આવેલી વિવેકાનંદ વિદ્યાલય માં છ બુકાનીધારી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની બાબત સામે આવી છે. સમગ્ર મામલે સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જોકે, તસ્કરોનો લાઇવ વીડિયો cctv માં કેદ થયો હતો.

જોકે સમગ્ર ઘટનામાં હાસ્યાસ્પદ બાબત એ સામે આવી છે કે, 6 જેટલા તસ્કરોની કલાકોની મહેનત બાદ પણ તેઓ 60 રૂપિયાની ચોરી કરી શક્યા છે. ચોરો દ્વારા શાળામાં તમામ જગ્યાએ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ ટેબલના ખાનામાં પડેલા માત્ર 60 રૂપિયા તેમના ભાગે આવ્યા હતા. ત્યારે દેરડીકુંભાજી ગામે હાસ્યસ્પદ ઘટના ચર્ચાના એરણે ચડી છે. લોકો કહી રહ્યા છે કે છ જેટલા ચોરો ના હાથે લાગ્યા માત્ર 60 રૂપિયા એક એક ચોર ના ભાગે આવ્યા માત્ર દસ દસ રૂપિયા.

 70 ,  1