પ્રાંતિજમાં તસ્કરોનો તરખાટ, રાત્રી દરમ્યાન બે દુકાનોના તાળા તૂટ્યા

પાના, પક્કડ સહિત 22,500ની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વ્હોરવાડ ભરચક વિસ્તારમા આવેલ બે દુકાનોના રાત્રી દરમ્યાન તાળા તોડી પાના, પક્કડ સહિત 22,500 ની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ ગયા હતા. વેપારીઓ દ્રારા પ્રાંતિજ પોલીસને ફરિયાદ નોંધાવી છે.

પ્રાંતિજ ખાતે ગઇ રાત્રીએ કોઇ અજાણ્યા તસ્કરો દ્રારા પ્રાંતિજ ના વ્હોરવાડ ભરચક વિસ્તાર મા આવેલ સફી કિરાણા તથા સ્ટાર ઇલેક્ટ્રોનિક રીપેરીંગની દુકાનના તાળા તોડયા હતા. સફી કિરાણા દુકાનનુ તાળુ તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ સરસામાન વેરવિખેર કર્યો હતો. દુકાન ના ગલ્લામા રહેલ ૨૨૫૦૦ રોકડ રક ની ચોરી કરી હતી એટલુ જ નહીં સ્ટાર ઇલેક્ટ્રોનિક રીપેરીંગ દુકાનનુ તાળુ તોડી દુકાન માથી પાના,પક્કડ સહિતનો સરસામાન ચોરી કરી લઈ ગયા હતા. સવારે દુકાન માલિકો દુકાન ખોલવા દુકાન ઉપર આવતા તાળા તૂટેલા જોઇ ચોંકી ગયા હતા અને ચોરી થઈ હોવાનુ જણાતા આ અંગેની જાણ પ્રાંતિજને કરતા પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામા આવી હતી.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી