ભારતનાં દમદાર યંગ ઓફિસર સ્નેહા દુબે, જાણો કોણ છે

UNમાં ઈમરાન ખાનને આપ્યો જડબાતોડ જવાબ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભારતે પાકિસ્તાનને ફરી પોતાનો અસલી ચહેરો બતાવ્યો છે. જોકે આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપનાર ભારતીય દિકરીનું નામ સ્નેહા દુબે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ સ્નેહા દુબેએ રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને પાકિસ્તાનના તમામ પાપોને ઉજાગર કર્યા. તો ચાલો જાણીએ કોણ છે સ્નેહા દુબે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ભારતની દિકરી સ્નેહા દુબે 2012 બેંચની IFS (ભારતીય વિદેશ સેવા) અધિકારી છે. જેમણે કશ્મીરનો મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને યોગ્ય જવાબ આપ્યો છે. સ્નેહા દુબેએ પ્રારંભિક અભ્યાસ ગોવામાંથી કર્યો છે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કોલેજમાં કર્યું અને છેલ્લે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ સ્ટડીઝ સ્કૂલમાંથી એમફિલ કર્યું.

સ્નેહા 12 વર્ષની હતી ત્યારથી, તે ભારતીય વિદેશ સેવામાં જોડાવા માંગતી હતી અને વર્ષ 2011માં સ્નેહાએ તેના પ્રથમ પ્રયાસમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. પ્રવાસી ઉત્સાહી સ્નેહા માને છે કે IFS અધિકારી બનવાથી તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાની શ્રેષ્ઠ તક મળી છે. સ્નેહા તેના પરિવારમાં સરકારી સેવાઓમાં જોડાયેલી પ્રથમ વ્યક્તિ છે. તેના પિતા મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે જ્યારે તેમની માતા સ્કૂલ ટીચર છે.

વિદેશ સેવા માટે પસંદ થયા બાદ સ્નેહા દુબેની પ્રથમ નિમણૂક વિદેશ મંત્રાલયમાં હતી. પછી ઓગસ્ટ 2014માં, તેને મેડ્રિડમાં ભારતીય દૂતાવાસમાં મોકલવામાં આવ્યા. સ્નેહા હાલમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ છે.

 109 ,  4 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી