પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઇઓનું યોજાયુ સ્નેહ સંમેલન

તેજસ્વી તારલાઓ તથા વિશિષ્ટ વ્યક્તિઓનુ સન્માન કરવામા આવ્યુ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઇ- બહેનોનું સ્નેહ સંમેલન અને સામાન્ય સભા યોજાઈ હતી જેમા સમાજ ના તેજસ્વી તારલાઓનુ તથા વિશિષ્ટ વ્યક્તિ ઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ.

પ્રાંતિજ ત્રિવેદી મેવાડા વાડી ખાતે પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મસમાજનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમા બ્રહ્મસમાજના તેજસ્વી તારલાઓનું ઈનામ આપી સન્માન કરવામા આવ્યુ હતુ. આ વર્ષે ઈનામના દાતા તરીકે મનોજભાઇ જેઠાલાલ ત્રિવેદી પરિવાર દ્રારા બાળકોને ઈનામ આપવામા આવ્યા હતા. સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ આ દરમ્યાન બ્રહ્મ સમાજના ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બાદમા સામાન્ય સભા યોજાઈ હતી.

આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ હર્ષદભાઈ રાવલ (લાંબા), ઉપપ્રમુખ રાકેશભાઇ જોષી, ઉપપ્રમુખ સુનિલભાઇ પંડયા, મહામંત્રી પ્રયાગભાઇ ત્રિવેદી, મંત્રી પ્રકાશભાઇ જોષી સહમંત્રી અરવિંદભાઇ રાવલ, કોષાધ્યક્ષ જીજ્ઞેશભાઇ જોષી, યોગેશભાઇ રાવલ , મધુભાઇ રાવલ, શુભુભાઇ રાવલ, સુરેશભાઈ રાવલ ગોર સાહેબ સહિત કારોબારી સભ્યો સમસ્ત બ્રહ્મસમાજના વડીલો આગેવાનો ભાઇ બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી