રાજસ્થાન સમાજની એકતા અને અંખડતા માટે 30 માર્ચે યોજાશે સ્નેહમિલન

જન્મભૂમિ અને કર્મ ભૂમિની મિસાલ કાયમ કરતો સમસ્ત રાજસ્થાની સમાજ કે જે ગુજરાતના ખૂણે ખૂણે વસેલો છે. પોતાના સમાજની એકતા અને અખંડિતા માટે સમસ્ત રાજસ્થાન સમાજ ગાંધીનગર દ્વારા આવનાર તારીખ 30 માર્ચ ના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર સાંસ્કૃતિક સંધ્યા અને સ્નેહમિલન સમારોહના અનુસંધાને એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.

પધારો મહારે દેશ. આ ગીત ની પંક્તિ સાંભળતાજ યાદ આવી જાય છે રંગીલું રાજસ્થાન. રાજસ્થાનની ધરતી પર અનેક વિરો શૂરવીરો થયા. સાથે જ રાજસ્થાની દેશના દરેક રાજ્યોમાં દૂધ માં સાકર ભળે તેમ ભળી ગયા છે. ત્યારે આજે ગુજરાતમાં વસેલા અને જન્મભૂમિ રાજસ્થાન અને કર્મભૂમિ ગુજરાત બનાવી ચૂકેલ રાજસ્થાની સમાજ ગુજરાતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

સાથેજ રાજસ્થાની સમાજે પોતાના સમાજના લોકોની સુખાકારી માટે અનેકવિધ સંસ્થાઓ અને સંકુલો બનાવ્યા છે. સમાજની એકતા અને અખંડિતા માટે દર વર્ષે ગુજરાતના મહાનગરો માં સ્નેહ મિલન કાર્યક્રમો થકી સમાજને એક તાંતણે બાંધે છે. આવોજ એક સ્નેહમિલન કાર્યક્રમ આવનાર તારીખ 30માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે.

જેના અનુ સંધાને સમસ્ત રાજસ્થાન સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તુલસીભાઈ માલી,જગદાનજી ચારણ, માંગીલાલ ગુર્જર,વિક્રમસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કોન્ફરન્સ નું સંચાલન મુકેશકુમાર વ્યાસે કર્યું હતું. જેમાં કાર્યક્રમ ની સમગ્ર વિગત આપવામાં આવી હતી.

 40 ,  3