તો આવનારા સમયમાં ભારતમાં કોઈ લંબુજી પેદા નહીં થાય…

ચોંકાવનારૂં તારણ, ઘટી રહી છે ઉંચાઈ

વિશ્વભરના મોટાભાગના દેશોમાં છેલ્લા થોડા વર્ષોમાં લોકોની સરેરાશ લંબાઈ વધી છે, પરંતુ ભારતમાં આ બાબતે આંકડો ચિંતાજનક છે. દેશના લોકોની લંબાઈ ઘટી રહી છે. 2005-06થી 2015-16 દરમિયાન દેશમાં વયસ્ક મહિલાઓ અને પુરુષોની સરેરાશ લંબાઈ ઘટી છે. અહીં ખાસ વાત એ છે કે આદિવાસી મહિલાઓની સાથે સાથે ગરીબ વર્ગની મહિલાઓની સરેરાશ લંબાઈમાં વધારે ઘટાડો જોવા મળ્યો છે.

ભારતીઓની લંબાઈમાં જે ઘટાડો જોવા મળ્યો છે તેનું કારણ પણ આંકડાઓમાં પણ છુપાયેલું છે. આ સમયગાળા દરમિયાન ધનિક વર્ગની મહિલાઓની સરેરાશ લંબાઈમાં વધારો થયો છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટપણે કહી શકાય કે, સરેરાશ લંબાઈનો સંબંધ ન્યૂટ્રિશન્સ અને અન્ય સામાજિક અથવા પર્યાવરણીય પરિબળો સાથે છે. લંબાઈ બાબતે આ ખુલાસો ઓપન એક્સેસ સાયન્સ જર્નલ PLOS Oneના એક અભ્યાસ પરથી થયો છે. 1998-99, 2005-06 અને 2015-16માં થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આધારે વયસ્ક મહિલાઓ અને પુરુષોની સરેરાશ લંબાઈની સરખામણી કરતાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે.

ઉદાહરણ તરીકે, 2005-06થી 2015-16 દરમિયાન 15થી 25 વર્ષ ઉંમર ધરાવતી મહિલાઓની સરેરાશ લંબાઈની વાત કરવામાં આવે તો, આ દરમિયાન એસટી મહિલાઓની સરેરાશ લંબાઈ સૌથી વધારે ઘટી છે. તેમની સરેરાશ લંબાઈમાં 0.42 સેન્ટીમીટર ઘટાડો જોવા મળ્યો છે. 26થી 50 એજ ગ્રુપમાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ સોશિયલ મેડિસિન એન્ડ કમ્યુનિટી હેલ્થના અભ્યાસ અનુસાર, 1998-99 અને 2006-06 દરમિયાન પ્રત્યેક જાતિ, ધર્મ અને રાજ્યની દરેક એજ ગ્રુપની મહિલાઓની સરેરાશ લંબાઈ વધી છે. મેઘાલય અપવાદ હતું, કારણકે અહીં આ સમયગાળા દરમિયાન હાઈટમાં ઘટાડો નોંધાયો હતો.

પુરુષોની વાત કરીએ તો સૌથી વધારે લંબાઈ આદિવાસી પુરુષોની ઘટી છે. જો કે, વર્ષ 2005-06 અને 2015-16 દરમિયાન જનરલ કેટેગરી અને અહીં સુધી કે ધનિક વર્ગના લોકોની સરેરાશ લંબાઈ પણ ઘટી છે. ન્યૂટ્રિશન અને પબ્લિક હેલ્થ પર કામ કરનારા સંગઠન પબ્લિક હેલ્થ રિસોર્સ નેટવર્કના ડોક્ટર વંદના પ્રસાદે જણાવ્યું કે આ આંકડા માત્ર ફૂડ ઈનસિક્ટોરિટી જ નહીં, સામાજિ-આર્થિક વિકાસની વિષમતાઓને પણ દર્શાવે છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી