September 24, 2020
September 24, 2020

સુરત : બોગસ પરમિશન લેટર બનાવનાર સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ

માત્ર રૂા. 500માં બોગસ પરમીશન લેટર બનાવનાર સોફટવેર એન્જિનીયરની ઉમરા પોલીસે કરી ધરપકડ

સુરતમાં પરપ્રાંતિય શ્રમિકોને બોગસ પરમીશન લેટર પર વતન મોકલનાર સોફટવેર એન્જિનીયરની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ લૉક્ડાઉન સમયે વતન જવા ઇચ્છતા પરપ્રાંતિય શ્રમિકોને ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી આપવામાં આવેલા પરમીશન લેટરમાં ચેડા કરી ઝારખંડના ગરીડીહ અને દેઓધર જિલ્લા ખાતે લક્ઝરી બસ લઇ જવા માત્ર રૂા. 500માં બોગસ પરમીશન લેટર બનાવ્યા હતા.

લોકડાઉન દરમિયાન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આપવામાં આવતી પરમિશનના લેટરમાં છેડછાડ કરી 3 બસમાં શ્રમિકોને વતન મોકલવાની ઘટના સામે આવી હતી. તે સમયે સરકાર દ્વારા આ મામલે ઉમરા પોલીસમાં એક ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ શરુ કરતા વિગત મળી હતી કે, સુરત જિલ્લા કલેક્ટરમાં રવિકુમાર નામે 54 શ્રમિકોને બસ (GJ-14 X-6195) ઉધનાથી ઝારખંડના ગરીડીહ જિલ્લામાં જવા માટે એપ્લીકેશન આઇડી ક્રમાંક 200001157846 અને મિલાપસિંહ ચૌધરીના નામે 36 મુસાફરોને બસ (RJ-4-Z-4000)માં અને બસ (GJ-4-PA-4000) માં 36 શ્રમિકોને ઝારખંડના દેઓધર જિલ્લામાં લઇ જવા એપ્લીકેશન આઇડી ક્રમાંક 20087001578853 રજૂ કરવામાં આવી હતી.

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કર્યા વિના જ કલેક્ટર કચેરી ખાતે પરમિશન રજૂ કરવામાં આવી હોવાની ગંભીર બાબત ક્લેકટર કચેરીને ધ્યાને આવ્યું હતું. જેથી આ અંગે તપાસ કરતા 8 મેના રોજ પોર્ટલમાંથી જે પરમિશન લેટર આપવામાં આવ્યો હતો તે એપ્લીકેશન આઇડી ક્રમાંકમાં છેડછાડ કરી રવિકુમાર અને મિલાપસિંહના નામે બોગસ પરમિશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે જે તે વખતે ઉધના મામલતદાર યોગેશ જી. મહેતાએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વરાછાના સોફટવેર એન્જિનિયર તુષાર મનસુખ સાંગાણીની ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 55 ,  1