વડોદરામાં SOG પીઆઈના પત્ની લાપતા, છેલ્લા એક મહિનાથી નથી મળી રહી ભાળ..

PIએ પ્રેમ લગ્ન કર્યા હતા, પત્ની બે વર્ષના બાળકને છોડીને જતી રહી 

વડોદરા જિલ્લા SOG પીઆઇનાં પત્ની છેલ્લા એક માસથી ભેદી સંજોગોમાં ગુમ થતાં હજુ પણ લાપતા છે. પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટીબેન પટેલ એક મહિનાથી ગુમ છે. 6 જૂનની રાતે સ્વીટીબેન પટેલ પોતાના 2 વર્ષના પુત્રને ઘરે મૂકી કોઈ કારણસર જતાં રહ્યાં હતા. આ અંગે પીઆઈના સાળાએ કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂને જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ 24 દિવસ બાદ પણ કરજણ પોલીસ સ્વીટીબેન પટેલને શોધી શકી નથી. ગાંધીનગરથી સૂચના મળતાં DIG-SP સહિતનો કાફલો કરજણ દોડ્યો છે. એસપીએ તપાસ કરજણ પોલીસ પાસેથી લઈને ડીવાયએસપીને સોંપી છે.

કરજણની પ્રયોશા સોસાયટીમાં જિલ્લા એસઓજી પીઆઇ એએ દેસાઈ રહે છે. પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ (ઉ.37) 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8-30 વાગ્યાના અરસામાં ઘર છોડી જતાં રહ્યાં હતા. પીઆઇ અને સ્વિટીબેને પ્રેમલગ્ન કર્યાં હતાં. ત્યારે કેમ તેઓ પોતાના માસુમ દીકરા અને પતિને છોડીને જતા રહ્યા તે બાબત અનેક સવાલો પેદા કરે છે.

સ્વીટીબેનના ગાયબ થયાની રિપોર્ટ તેમના ભાઈએ લખાવી હતી. જોકે, આ મામલો અનેક શંકાઓ પેદા કરે છે. SOG પીઆઈ અજય દેસાઈએ કેમ પોલીસમાં ફરિયાદ ના કરી તે મુદ્દે તરેહતરેહની ચર્ચા શરૂ થઈ છે. હાલ ડીવાયએસપી પાસે તપાસ જતા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમની શોધખોળ કરાઈ રહી છે. પોલીસે તેમને શોધવા તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપાવ્યાં છે, પરંતુ 24 દિવસ બાદ પણ સફળતા મળી નથી.

 36 ,  1