કડીમાંથી ગેરકાયદે ગાંજાનું વેચાણ કરનારને ઝડપી પાડતી મહેસાણા SOG

કડીનાં  મણિપુર વિસ્તારમાં રહેતો ઈસમ  ગાંજાનો ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની ખાનગી બાતમી ના આધારે મહેસાણા એસ.ઓ.જી.પોલીસે રેડ પાડી ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરતા ઈસમ ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

કડી શહેરના મધ્યભાગમાં આવેલ મણિપુર વિસ્તારમાં અજયજી જવાનજી ઠાકોર છેલ્લા ઘણા સમય થી પોતાના ઘેર થી ગાંજાનો ગેરકાયદેસર વેચાણનો કાળો કારોબાર ચલાવત હતો.મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયાની સૂચનાથી મહેસાણા એસ.ઓ.જી.ના પી.આઈ.પી.જી.ચૌધરી અને પી.એસ.આઈ.એમ.ડી.ચંપાવત ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી ના મણિપુર વિસ્તારમાં ગાંજાનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું છે તો તેમણે પોતાની ટીમ સાથે બાતમી વાળા સ્થળ ઉપર રેડ કરતા ત્યાં ગાંજાનો ગેરકાયદેસર વેચાણ કરતાં અજયજી જવાનજી ઠાકોર(ચૌહાણ) ને 2 કિલો 408 ગ્રામ ગાંજા અને વજન કાંટા સાથે ઝડપી પાડ્યો હતો જેની કિંમત આશરે 25000 રૂ. જેટલી છે.

મહેસાણા એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડેલ આરોપીને કડી પોલીસ સ્ટેશનમાં લાવી એન.ડી.પી.એસ.એક્ટ 1985 ની કલમ 8 સી, 20 બી, 29 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી