હિમાચલ પ્રદેશ : સોલનમાં બિલ્ડીંગ ધરાશયી, 13 જવાન સહિત 14નાં મોત

હિમાચલ પ્રદેશના સોલનના કુમારહટ્ટી-નાહન હાઇવે પર આવેલી સેહજ ઢાબ અને ગેસ્ટહાઉસની બિલ્ડીંગ ધરાશયી થઇ છે. આ બિલ્ડીંગ ધરાશયી થતાં અનેક લોકો બિલ્ડીંગની નીચે દબાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે.જો એક અહેવાલ મુજબ 35 લોકો બિલ્ડીંગની નીચે દબાયેલા હોવાની પહેલા આશંકા હતી. જો કે અત્યાર સુધીમાં 28 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.

જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જવાનો અહીં જમવા માટે રોકાયા હતા ત્યારે આ દૂર્ઘટના ઘટી છે. આ દૂર્ઘટનામાં 13 જવાન સહિત 14 લોકોનાં મોત નિપજ્યાં છે. દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

ઘટના સ્થળ પર બચાવ અને રાહત કાર્ય હજી પણ ચાલી રહ્યું છે. ઘટના અંગેની તપાસ કરવામાં આવશ તેમ સીએમ જયરામ ઠાકુરે જણાવ્યું હતું.આ અંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડાએ હિમાલલ પ્રદેશના સીએ સાથે આ દૂર્ઘટનાને લઇને ટેલિફોનિક વાતચીત કરી હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી