September 24, 2020
September 24, 2020

પુલવામામાં અથડામણ, એક જવાન શહીદ, એક આતંકી ઠાર

હજુ પણ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા, સેનાનું સર્ચ ઓપરેશન યથાવત

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કમરાજીપોરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાએ હતી. અથડામણ સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. જ્યારે સેનાના જવાન શહીદ થયો છે તો અનેક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

સેનાના પુલવામામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો. જેમાં સેનાના જવાન શહીદ થયો છે. જ્યારે એક આતંકીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે.

હાલ આ વિસ્તારમાં એકથી બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર