September 26, 2022
September 26, 2022

ડીસાના અમુક વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત,રસ્તામાં પાણી ભરાઈ જતા લોકોને પરેશાની

ડીસા નગરપાલિક ભાજપ શાસિત નગરપાલિકા છે અને નગરપાલિકા દ્વારા કરોડો ના ખર્ચે રોડ ગટર જેવા વિકાસના કર્યો કર્યા છે. પણ અમુક એવા વિસ્તાર છે કે જ્યાં નગરપાલિકા દ્વારા કોઈ વિકાસ ના કાર્યો કર્યા નથી વાત છે ડીસા આદર્શ હાઇસ્કુલની પાછળ આવેલ આ વિસ્તારની જે નીચાણવાળો વિસ્તાર છે જ્યાં ૨૦ વર્ષથી કોઈ વિકાસના કાર્યો થયા નથી.

અને જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે આ વિસ્તારમાં રોડ પર પાણી ભરાય છે. અને ઘરમાં પણ પાણી ભરાય છે. જોકે રસ્તા પર ૫૦૦ થી પણ વધારે બાળકો શાળાએ જાય છે અને જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ રસ્તાથી બાળકો જઈ શકતા નથી અને સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજુઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે..

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી