September 23, 2020
September 23, 2020

શું આ પાનામાં દફન છે રાજ..? સુશાંતની પર્સનલ ડાયરીમાંથી કેટલાંક પન્ના ગૂમ !

સુશાંતની પર્સનલ ડાયરી હાથ લાગી, કેટલાંક પન્ના ગૂમ, ફરી ઉભા થયા અનેક સવાલો 

સુશાંત સિંહ રાજપૂતનાં મોતના મામલે CBI તપાસ કરી રહી છે. તો બીજી તરફ ED પણ પૂછપરછ કરી રહી છે. ત્યારે આ વચ્ચે એક ચોંકવાનારી વિગત સામે આવી છે. સુશાંતની પર્સનલ ડાયરી હાથ લાગી છે. જેમાં તે તેનાં અંગત અનુભવ અને ભવિષ્યનાં પ્લાનિંગ વિશે લખતો હતો. આ ડાયરીનાં કેટલાંક પન્ના ગૂમ છે.

સુશાંત સિંહને પોતાના વચારો ડાયરીમાં લખતો, સુશાંતની ડાયરી તેમના મોત મામલે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણે આ માધ્યમથી ખબર પડી શકે છે કે સુશાંતે શા માટે આ પગલું ભર્યું હતું. આ ડાયરી એક મીડિયાના હાથમાં લાગી છે. પરંતું કેટલાંક પાનાઓ ગુમ હોવાથી અનેક શંકાઓના વાદળ ઘેરાઇ રહ્યા છે.

સુશાંતનાં પિતા કેકે સિંહનાં વકીલ વિકાસ સિંહ આ ડાયરીનો ઉલ્લેખ કરી ચુક્યા છે તેમણે કહ્યું હતું કે, ડાયરી મળ્યા બાદ ઘણાં રહસ્ય ખુલી શકે છે. સુશાંતની પર્સનલ ડાયરી મળી છે જેનાં કેટલાંક પન્ના ફાટેલાં છે. ચેનલનાં દાવો કર્યો છે કે, ડાયરીમાં એક નામનો ઉલ્લેખ છે, જે બાદથી પન્ના ગૂમછે. જે ફરીથી મુંબઇ પોલીસની કાર્યવાહી પર શંકા ઉભી કરી છે.

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંત પર્સનલ ડાયરી લખતો હતો. અંકિતાએ આ વાત કરી હતી કે, સુશાંત તેની સાથે હતો ત્યારે પણ તે આગામી પાંચ વર્ષનું પ્લાનિંગ ડાયરમીમાં કરતો હતો અને આગામી પાંચ વર્ષમાં તેનાં ઉપર કામ કરતો હતો. જો કે હવે આ ડાયરીને લઇ સવાલો ઉભા થયા છે.

તો બીજી તરફ CBI અને EDએ તપાસ શરૂ કરી દીધી છે. EDએ મની લોન્ડ્રિંગનાં એક કેસમાંમાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ ને સમન્સ બજાવ્યાં છે. આ મામલે મુંબઇ સ્થિત EDની ઓફિસમાં રિયાની પૂછપરછ ચાલૂ છે. રિહાની સાથે સાથે તેનાં ભાઇ અને પિતા પણ EDની ઓફિસમાં હાજર છે. સુશાંતનાં પિતા કેકે સિંહે રિયા પર સુશાંતનાં અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ EDની પૂછપરછ 5-6 કલાક ચાલી શકે છે. ED રિયા સાથે સખત વલણ અપનાવી શકે છે

 95 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર