ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ક્યાંક ઝપાઝપી વચ્ચે મતદાન પૂર્ણ, 60 ટકાથી વધુ મતદાન..

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સિલ, 21 ડિસેમ્બરે મતગણતરી

રાજ્યમાં આજે કડકડતી ઠંડી વચ્ચે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું જેમાં સવારથી જ ગુજરાતના ચારેય ઝોન ઉત્તર દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્રમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતમાં 8,684 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પાંચ જગ્યાએ મારામારીની ઘટના ઘટી હતી જ્યારે મોટાભાગના વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે… રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. 1.47 લાખ ઉમેદવારનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે હવે 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ઝોન મુજબ જોઇએ તો સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 62 ટકા… મધ્ય ગુજરાતમાં 58 ટકા. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ 60 ટકા મતદાન થયું છે… અપવાદરૂપ વિવાદ અને ઘર્ષણને બાદ કરતા સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થઇ છે… મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે માટે તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો… જ્યારે કે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું..

વડોદરાના સાવલીના કચરિયા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવકેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જેતપુર વીરપુરમાં મતદારને માર મારવાનો મામલો સામે આવ્યો હતો.મતદારને પોલીસ સ્ટેશનમાં માર માર્યાનો આક્ષેપ તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો.ત્યારે SP બલરામ મીણાએ ઘટના સ્થળે પહોંચીને કોન્સ્ટેબલનું વર્તન અયોગ્ય હોવાનું કહ્યું હતુ.નર્મદાનર્મદાના ડેડિયાપાડામાં ચૂંટણીમાં રાજકીય પાર્ટીના કાર્યકરો બબાલ થઈ હતી, સાંસદ મનસુખ વસાવાએ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું હતુ. તો જૂનાગઢમાં ગ્રામપંચાયતની ચૂંટણી લોહિયાળ બની હતી.માળીયા હાટીના પિખોર ગામે મતદાનમાં મારામારીમાં બે થી ત્રણ લોકોને થઇ ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને માળીયા સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા.તો ભરૂચમાં ચૂંટણીની અદાવતમાં બે પક્ષ વચ્ચે મારામારીમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મધ્ય ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે થયું મતદાન
મધ્યગુજરાતમાં 65 થી 70% અંદાજીત થયું મતદાન
મતદારોએ સ્થાનિક મુદ્દાઓને ધ્યાન માં રાખી કર્યું મતદાન
સવારથી જ લોકોએ મતાધિકારનો ઉપયોગ કરવા લગાવી કતારો
મતદારોએ લોકશાહીને જીવંત રાખવા લગાવી કતારો
રોડ રસ્તા, પાણી, શિક્ષણ જેવી સમસ્યા ઉકેલે તેવા પ્રતિનિધિ ચૂંટવા કર્યું મતદાન
અમદાવાદ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ સંપન્ન

જિલ્લાના 410 ગામોમાં યોજાઈ હતી ગ્રામપંચાયત ચૂંટણી
410 ગામના 1179 સરપંચના ઉમેદવારો ભાવિ થયું મતપેટીમાં સિલ
410 ગામના 3960 સદસ્યોનું ભાવિ મતપેટીમાં થયું સિલ
21 ડિસેમ્બરે પંચાયતના સદસ્ય અને સરપંચના ભાવિનો ફેંસલો
410ગ્રામપંચાયતના 3566 વોર્ડમાં યોજાઈ હતી ગ્રામપંચયતની ચૂંટણી
ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન પૂર્ણ

8684 ગ્રામ પંચાયત માટે મતદાન
સરપંચ પદના 27,200 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સિલ
53,507 સભ્યપદ માટે 1,19,998 ઉમેદવારોના ભાવિ સિલ
1167 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ થઈ ચૂકી હતી
21 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાશે
દક્ષિણ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન પૂર્ણ

દક્ષિણ ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ
સુરત, નવસારી વલસાડમાં સરેરાશ 65 થી 68% જેટલું મતદાન
સુરત જિલ્લામાં 494 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 70% મતદાનની શકયતા
નવસારી જિલ્લામાં 273 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 65% મતદાનની શકયતા
વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 68% મતદાનની શકયતા
સૌરાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન પૂર્ણ

સૌરાષ્ટ્રમાં શાંતિપૂર્ણ રીતે મતદાન
એક-બે ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ મતદાન
સૌરાષ્ટ્રમાં 70 ટકાથી વધુ મતદાન
સ્થાનિક પ્રશ્નોને ધ્યાને રાખી મતદારોએ મતદાન કર્યું

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી