શીલા દીક્ષિતને કોંગ્રેસ કાર્યાલયમાં સોનિયા-પ્રિયંકાએ શ્રદ્ધાંજલિ આપી

પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત(81)નો અંતિમ સંસ્કાર રવિવારે બપોરે અંદાજે 2.30 કલાકે નિગમ બોધ ઘાટ પર કરવામાં આવશે. આ પહેલા તેમના મૃતદેહને કોંગ્રેસ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. જ્યાં સોનિયા અને પ્રિયંકા સહિત કોંગ્રેસ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

શીલા દીક્ષિતના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ મારો સૌથી મોટો સહારો હતા. તેઓ બિલકુલ મારી મોટી બહેન અને દોસ્ત બની ગઈ હતી. કોંગ્રેસ માટે આ મોટી ક્ષતિ છે. હું તેમને હંમેશા યાદ રાખીશ. કોંગ્રેસ હેડક્વાર્ટરમાં કાર્યકરો શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ અર્પશે. તેમનું પાર્થિવદેહ દોઢ વાગ્યા સુધી કોંગ્રેસ ઓફિસમાં રાખવામાં આવશે. ત્યારબાદ પાર્થિવદેહને અઢી વાગ્યે નિગમબોધ ઘાટ લઈ જવામાં આવશે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજે શીલા દીક્ષિતના નિવાસ્સ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શીલા દીક્ષિતને કોંગ્રેસના પુત્રી ગણાવ્યાં. દિલ્હીના પૂર્વ સીએમ અને કેરળના રાજ્યપાલ રહી ચૂકેલા શીલા દીક્ષિતનું નિધન શનિવારે થયું હતું. સરકાર તરફથી દિલ્હીમાં 2 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે

 40 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી