September 25, 2020
September 25, 2020

સોનિયા ગાંધી જ વચગાળાના અધ્યક્ષ પદ પર યથાવત રહેશે, 6 મહિનાની અંદર નવા અધ્યક્ષ પસંદગી કરાશે

આખરે વધુ એક વર્ષ વર્ષ માટે સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળશે

સોનિયા ગાંધી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ પદ પર યથાવત રહેશે. આશરે 7 કલાક ચાલેલી CWCની બેઠકમાં નવા અધ્યક્ષ અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. ત્યારે હાલ અંતરિમ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી રહશે. હવે આવતા છ મહિનામાં કોંગ્રેસના નવા પ્રમુખની પસંદગી કરવામાં આવશે.

સોનિયા ગાંધીએ સીડબ્લ્યુસીની બેઠકમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સીડબ્લ્યુસીએ નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. તો બીજી તરફ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને કેટલાક અન્ય નેતાઓએ તેમને પદ ન છોડવા વિનંતી કરી હતી. કોંગ્રેસના કેટલાક પોલીસ નેતાઓએ સોનિયા ગાંધીને જવાબદારીને આગળ જાળવી રાખવા આગ્રહ કર્યો હતો.

કોંગ્રેસમાં ફેરફાર અંગે પાર્ટીના 23 નેતાઓની ચિઠ્ઠી અંગે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં ખેંચતાણ થઈ હતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ તથા કપિલ સિબ્બલ સામ સામે આવી ગયા છે. રાહુલે ચિઠ્ઠીને લઇ ભાજપ સાથે મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલના આરોપ બાદ ગુલામનબી આઝાદ તેમજ કપિલ સિબ્બલે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં આઝાદ અને સિબ્બલે રાજીનામા ધરી દેવા સુધી ચીમકી આપી હતી.

લાંબી અટકળો બાદ આખરે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી હાલના સમયમાં પાર્ટીના વચગાળાના પ્રમુખ રહેશે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસમાં નેતૃત્વની સીડબ્લ્યુસીની બેઠક આજે ચાલી રહી હતી. આ દરમિયાન, નેતૃત્વના પ્રશ્ન પર ખુલ્લી ચર્ચા થઈ. બેઠક દરમિયાન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે હવે તેઓ પાર્ટી અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા માંગતા નથી. પરંતુ ઘણા નેતાઓએ તેમને પદ પર ચાલુ રાખવા અપીલ કરી હતી.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર