વેસ્ટઈન્ડિઝ સામે દક્ષિણ આફ્રિકાની મેચ વરસાદને કારણે રદ

સતત ત્રણ મેચની હારનો ક્રમ તોડવાના પ્રયાસ ને લઈને મેદાન પર ઉતરેલી ટીમ વેસ્ટઇન્ડીઝનું સપનું અધરું રહી ગયું. કેમ કે સાઉથમ્પટનમાં વર્લ્ડ કપની 15મી મેચમાં વેસ્ટઈન્ડિઝે અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમનારી મેચ વરસાદને કારણે રદ થઇ હતી. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 61 વનડે રમ્યા છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાની ટીમ 44 મેચ જીતી છે. વેસ્ટઈન્ડિઝને ફક્ત 15 મેચમાં જ સફળતા મળી છે. એક મુકાબલો ટાઈ રહ્યો છે. વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે. દક્ષિણ આફ્રીકાને 4 અને વેસ્ટઈન્ડિઝને 2 મેચમાં જીત મળી છે.

વેસ્ટઈન્ડિઝે દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આફ્રિકી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં જ ઓપનર હાશિમ અમલા છ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. વેસ્ટઈન્ડીઝ ટીમે બે ફેરફાર કર્યા છે. ઈવિન લેવિસ અને આંદ્રે રસેલ આ મેચમાં નહીં રમે. રસેલ ઈજાના કારણે મેચમાંથી બહાર થયા છે. બન્નેની જગ્યાએ કેમાર રોચ અને ડૈરેન બ્રાવોને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરાયા છે. તો બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ પણ બે ફેરફાર કર્યા છે. એડેન માર્કરામ અને બ્યૂરેન હૈંડ્રિક્સનને પણ છેલ્લી ઘડીએ મેચમાં સામેલ કરાયા છે. તબરેજ શમ્સી અને જેપી ડુમિનીને ટીમમાંથી બહાર કરાયા છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી