September 23, 2021
September 23, 2021

દક્ષિણ કોરિયાએ Googleને ફટકાર્યો 1300 કરોડનો દંડ

જાણો શું છે સંપૂર્ણ મામલો…

દક્ષિણ કોરિયાએ ગૂગલને $ 177 મિલિયન (લગભગ 1305 કરોડ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે. મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ અને એપ માર્કેટમાં તેના વર્ચસ્વનો લાભ લેવા બદલ ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો છે. તાજેતરમાં જ દક્ષિણ કોરિયામાં ગૂગલનો એકાધિકાર ઘટાડવા માટે એક બિલ પસાર કરવામાં આવ્યું હતું, જે હવે કાયદો બની ગયો છે. ખાસ વાત એ છે કે આ કાયદાના અમલ પછી તરત જ ગૂગલ પર આટલો મોટો દંડ લાદવામાં આવ્યો છે.

ઘણા વર્ષોથી ગૂગલ એપ ડેવલપર્સ પર તેની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા દબાણ કરી રહ્યું છે. લાગુ કરાયેલ કાયદો ગૂગલ અને એપલ જેવી મોટી કંપનીઓ દ્વારા આ બળજબરી પર પ્રતિબંધ મૂકે છે. કોરિયન ફેર ટ્રેડ કમિશન (KFTC) 2016 થી ગૂગલ પર નજર રાખી રહ્યું હતું.

તપાસમાં કેએફટીસીએ શોધી કા્ઢયું કે ગૂગલ સ્થાનિક સ્માર્ટફોન ઉત્પાદકો જેમ કે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સને તેમના પોતાના પર એન્ડ્રોઇડ ઓએસમાં ફેરફાર કરવાથી પ્રતિબંધિત કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલે ‘એન્ટી-ફ્રેગમેન્ટેશન એગ્રીમેન્ટ’ દ્વારા કંપનીઓ પર નિયંત્રણો લાદ્યા છે અને તેના કારણે બજારની સ્પર્ધાને ઘણું નુકસાન થયું છે.

દંડની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે દક્ષિણ કોરિયા સંશોધિત ટેલિકોમ્યુનિકેશન કાયદાનો અમલ કરી રહ્યું છે. આ અંતર્ગત, ગૂગલ અને એપલ જેવા એપ માર્કેટ ઓપરેટરો સ્માર્ટફોન વપરાશકર્તાઓને તેમની ઇન-એપ ખરીદી સિસ્ટમ દ્વારા ચૂકવણી કરવા દબાણ કરી શકશે નહીં. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ આ દંડ સામે અપીલ કરશે.

ગૂગલે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયન ઓથોરિટીએ તેની સોફ્ટવેર નીતિનો હાર્ડવેર પાર્ટનર્સ અને ગ્રાહકોને કેટલો લાભ થઈ રહ્યો છે તે બાબતને ધ્યાનમાં લીધી નથી. દક્ષિણ કોરિયાએ સ્માર્ટફોન વપરાશકારોને તેમની ઈન-એપ ખરીદી સિસ્ટમથી ચૂકવણી કરવા ફરજ પાડતી ગૂગલ અને એપલ જેવી એપ માર્કેટ ઓપરેટર્સ પર પ્રતિબંધ મૂકતો સુધારેલો ટેલિકોમ્યુનિકેશન્સ કાયદો અમલમાં મૂક્યા પછી દક્ષિણ કોરિયાએ મંગળવારે આ જાહેરાત કરી હતી. આ પ્રકારના નિયમો અપનાવનાર દક્ષિણ કોરિયા વિશ્વનો પહેલો દેશ છે.

દક્ષિણ કોરિયાએ હંમેશા તેના બજારમાં વિદેશી ટેક્નોલોજી કંપનીઓ કેવું વર્તન કરે છે તેનું મૂલ્યાંકન કરતું રહે છે. તાજેતરના વર્ષોમાં તેણે ગૂગલ અને એપલ જેવી કંપનીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જે મોબાઈલ ઈન્ટરનેટમાં તેમના પ્રભુત્વજનક બજાર હિસ્સાનો દુરુપયોગ કરે છે. દક્ષિણ કોરિયાના ફેર ટ્રેડ કમિશનના મહિલા અધ્યક્ષ જો સુંગ-વૂકે જણાવ્યું હતું કે, ગૂગલે તેના ઈલેક્ટ્રોનિક્સ ભાગીદારોને ‘એન્ટી ફ્રેગ્મેન્ટેશન’ કરારો કરવા ફરજ પાડીને ૨૦૧૧થી બજારની સ્પર્ધાત્મક્તાને નુકસાન પહોંચાડયું છે. આ કરાર કંપનીઓને સ્માર્ટફોન્સ અને સ્માર્ટ ઘડિયાળો જેવી ડિવાઈસીસ પર ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમમાં તેમના સુધારેલા વર્ઝનને ઈન્સ્ટોલ કરતાં અટકાવતી હતી. આ રીતે ગૂગલે મોબાઈલ સોફ્ટવેર અને એપ માર્કેટમાં તેની લીડરશીપ મજબૂત કરી હતી. જોએ કહ્યું કે સેમસંગ અને એલજી જેવા ઉત્પાદકોએ કમ્પ્યુટર કોડ્સના વહેલા એક્સેસ અથવા એપ સ્ટોર લાઈસન્સ માટે ગૂગલ સાથે કરાર કરતી વખતે તેની શરતો માનવી પડતી હતી.

 15 ,  1