સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે માતા-પિતા સામે કેસ કર્યો

કારણ જાણીને ચોંકી જશો…

સાઉથના સુપર સ્ટાર અભિનેતા થાલાપથી વિજયે પોતાના જ પિતા અને માતા સામે કેસ દાખલ કર્યો છે. ખરેખરમાં વિજયે તેના પિતા એસએ ચંદ્રશેખર અને મા શોભા સહીત 11 લોકો પર સિવીલ કેસ દાખલ કર્યો. વિજયે અરજીમાં જણાવ્યું હતું કે ભીડને એકત્ર કરવા અને કોઈપણ પ્રકારની બેઠક યોજવા માટે મારા નામનો ઉપયોગ કોઈ કરી શકે નહીં. આ મામલે 27 સપ્ટેમ્બરે સુનાવણી થશે.

વિજયે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે કોઈ પણ પક્ષ શરૂ કરવા માટે સંમત નથી અને સભાઓ યોજવા અથવા ભીડ ભેગી કરવા માટે તેના નામ (વિજયનું નામ) નો ઉપયોગ કરવા બદલ 11 લોકો સામે દાવો દાખલ કર્યો છે.

થોડા મહિના પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે વિજયની વેલફેર સંસ્થા ‘વિજય મક્કલ ઇયક્કમ’ એક રાજકીય પક્ષ તરીકે નોંધાયેલ છે. આ પાર્ટીનું નામ ઓલ ઇન્ડિયા થલાપથી વિજય મક્કલ ઇયક્કમ હશે. આ બાદ અભિનેતા વિજય રાજકારણમાં પ્રવેશ કરવાનો છે એવા અહેવાલ તેજ બન્યા હતા. બાદમાં અભિનેતાએ આ અહેવાલો નકારી કાઢ્યા.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે વિજયના પિતા એસએ ચંદ્રશેખરે કહ્યું હતું કે- ‘1993 માં, મેં વિજય માટે એક ફેન ક્લબ શરૂ કર્યું અને 5 વર્ષ પછી તે એક કલ્યાણકારી સંગઠન બની ગયું. આ ગ્રુપમાં ઘણા યુવાનો હતા અને અમે તેમને જવાબદાર લોકો બનાવવા માંગતા હતા. થોડા વર્ષો પછી, મેં તેને વેલ્ફેર ફોરમ બનાવ્યું. લોકોને મદદ કરવા માટે આ કામ કરવામાં આવ્યું છે. છેલ્લા 25 વર્ષથી આ લોકો કોઈ પણ આશા વગર અમે આ કામ કરી રહ્યા છે. હવે, મેં તેને વધુ સારા કામ કરવા અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે ચૂંટણી પંચમાં નોંધણી કરાવી છે.

વિજયના પિતાએ જાહેરાત કરી હતી કે તેમના સંબંધી પદ્મનાભન પાર્ટીના પ્રમુખ છે અને શોભા Treasurer છે. સાથે જ વિજયના પિતા પાર્ટીના મહામંત્રી છે. પરંતુ અભિનેતાની ટીમ તરફથી જાહેર નિવેદન આપવામાં આવ્યું હતું કે વિજયનો આ પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. પાર્ટી તેના પિતા દ્વારા રજીસ્ટર કરવામાં આવી છે. ફેન્સે એમ સમજીને આ પાર્ટી સાથે ના જોડાવવું જોઈએ/ સાથે જ આ નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ કામ માટે વિજયની તસ્વીર કે ઓલ ઇન્ડિયા થલાપથી વિજય મક્કલ ઇયક્કમનો ઉપયોગ કોઇ વિવાદ ઉભો કરવા માટે ન કરવો જોઇએ. આમાં સામેલ લોકોએ કાયદાકીય પરિણામો ભોગવવા પડશે.”

 130 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી