બેટેને કહા, પાપા ચુનાવ પ્રચાર મેં જુડેગેં…

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે સમાજવાદી પાર્ટી યાદીમાં પાર્ટી સંરક્ષક મુલાયમસિંહનું નામ ન હતું પરંતુ હવે સપાએ ફરીથી એક યાદી બહાર પાડી છે, જેમાં મુલાયમનું નામ સૌથી ઉપર રાખવામાં આવ્યું છે.

સપા તરફથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી રજૂ કરવામાં આવી હતી જેમાં મુલાયમસિંહ સિવાય સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, રામગોપાલ યાદવ, આઝમ ખાન, ડિમ્પલ યાદવ, કિરણમય નંદા, રામગોવિંદ ચૌધરી સહિત હાથરસ, અલીગઢ, કાસગંજના ક્ષેત્રીય નેતાઓના નામ સામેલ છે.

તમને જણાવી દઇએ, આ પહેલા સપાએ 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં પાર્ટીના સ્થાપક મુલાયમસિંહનું નામ ગાયબ હતું. તેનીસાથે સાથે બે મહત્વની બેઠકો માટે ઉમેદવારો પણ જાહેર કર્યા હતા. જેમાં આઝમગઢ બેઠક પરથી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ ચૂંટણી જંગમાં ઝુકાવશે જ્યારે રામપુર બેઠક પરથી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમખાન ચૂંટણી લડશે. પરંતુ યાદીમાં મુલાયમસિંહનું નામ ન હોવાથી પાર્ટીમાં ભારે વિવાદ સર્જાયો હતો.

જો કે બાદમાં નવી યાદી જાહેર કરી મુલાયમનું નામ અપડેટ કર્યું છે અને બીજા તબક્કાના સ્ટાર પ્રચારકોની યાદીમાં મુલાયમનું નામ સૌથી ઉપર રાખવામાં આવ્યું છે.

 136 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી