September 18, 2021
September 18, 2021

લ્યો બોલો, ગરોળીએ બ્રામાં કર્યો 6000 KM સફર

જાણો પછી શું થયું….

તમને કેવું લાગશે જો 6 હજાર કિલોમીટરની મુસાફરી પછી તમને ખબર પડે કે તમારા અન્ડરગાર્મેન્ટમાં ગરોળી છુપાયેલી છે. અલબત્ત તમે ચોંકી જશો અને થોડા ડરી પણ જશો. આવું જ એક બ્રિટિશ મહિલા સાથે બન્યું છે.ભારતીય લોકો માટે ગરોળી સામાન્ય પ્રાણીસૃષ્ટિ છે કારણ કે ગરોળી ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ બ્રિટનમાં ગરોળી નથી. જેના કારણે આ મહિલા વધુ ગભરાઈ ગઈ હતી. જો કે, ગરોળીને કોઈ નુકસાન પહોંચાડવાને બદલેઅન્ય જીવો માટે કામ કરતી સંસ્થાને ગરોળી સોંપી હતી.

વાસ્તવમાં બ્રિટિશ મહિલા વેકેશનની રજા માળવા માટે બાર્બાડોસ ગઈ હતી. જ્યારે તે ત્યાંથી પરત ફરી ત્યારે તેની સાથે એક ગરોળી પણ હતી, જે તેની બ્રામાં છુપાઈને આવી હતી. આ ગરોળી તેની સાથે 6437 કિમીની મુસાફરી કર્યા બાદ સાઉથ યોર્કશાયર પહોંચી. 47 વર્ષીય આ બ્યુટીશિયન જ્યારે ઘરે પહોંચીને પોતાની સૂટકેસમાં કપડાંને બહાર કાઢી રહી હતી ત્યારે એક બ્રામાં ગરોળી મળી. મહિલાએ પહેલાં વિચાર્યુ કે ગરોળી પહેલાં મરી ગઈ છે પરંતુ ગરોળી હલી તો મહિલા ડરી ગઈ.

લિસાએ કહ્યું, હું આશ્ચર્યમાં ગરકાવ હતી કે ગરોળી ફક્ત યાત્રા દરમ્યાન બચી ગઇ. પરંતુ ગરોળી મરી પણ નહીં. મહિલાએ કહ્યું, અમે સોમવારે ઘરેથી બહાર ગયા. જેની એક રાત્રિ પહેલાં મેં સૂટકેસ પેક કરી હતી અને મંગળવારે બપોરે તેને ફરીથી પેક કરી હતી. મહિલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી બ્રામાં ગરોળી હતી અને મેં પહેરી ન હતી. લિસાએ કહ્યું, મેં વિચાર્યુ, હે ભગવાન, હું એક ગરોળીને ઘરે લઈને આવી છુ. પરંતુ મેં બ્રાને હલાવી અને તેમાંથી ગરોળી હલી તો મેં ચીસ પાડી. મહિલાએ કહ્યું, મારો પતિ ડેવિડ દોડીને આવ્યો અને તેમને લાગ્યું કે, ઘરમાં કોઈ છે. પછી મેં કહ્યું કે, બ્રામાં એક ગરોળી છે અને જીવતી છે.

લિસાએ કહ્યું, એવુ લાગી રહ્યું હતુ કે ગરોળીને આ બ્રા પસંદ છે, કારણકે ગરોળી બ્રા પર બેસી રહી હતી. તેથી મેં બ્રાને એક પ્લાસ્ટિક સેન્ડવીચ બોક્સમાં મુકી દીધી. જેના પર ગરોળી હજુ ચોંટેલી છે. તેમણે કહ્યું, મને ખબર નહોતી કે ગરોળીની સારસંભાળ કેવી રીતે રખાય છે. પરંતુ મને એટલી ખબર હતી કે જો હું તેને બગીચામાં રાખીશ તો કદાચ કોઈ પક્ષી તેને લઈ જશે. તેથી મેં આરએસપીસીએને ફોન કર્યો. લિસાએ આ ઘટના બાદ કહ્યું, આ નિશ્ચિત રીતે રજાનો એક યાદગાર અંત હતો. મેં હંમેશા વિચાર્યુ હતું કે હું એક દિવસ પ્રસિદ્ધ થઈશ. પરંતુ ગરોળીના કારણે પ્રસિદ્ધ થઈશ એવુ વિચાર્યુ નહોતુ.

 47 ,  1