મોદી વિરૂદ્ધ બોલવું મતલબ ભારત માતાનું અપમાન – શુવેન્દુ અધિકારી

શુવેન્દુ અધિકારીનો દીદીને સણસણતો જવાબ

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જીત માટે ભાજપ મમતાના ગઢની ઘેરાબંધી કરવામાં લાગી છે. જ્યારે TMC જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી ભાજપને હરાવવાનો દાવો કરી રહી છે. આ વચ્ચે TMC સુપ્રીમો મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આકરો કટાક્ષ કર્યો, જેનો ભાજપ નેતા શુવેન્દુ અધિકારીએ સણસણતો જવાબ આપ્યો.

પૂર્વ મિદનાપુરમાં એક રેલી સંબોધન દરમિયાન TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભાજપને બાય બાય. અમે ભાજપને નથી ઇચ્છતા, અમે મોદીનો ચહેરો જોવા નથી માંગતા. અમે દંગા, લૂટ, દુર્યોધન, દુશાસન અને મીર ઝાફર પણ નથી ઇચ્છતા.

શુવેન્દુ અધિકારીએ આપ્યો સણસણતો જવાબ

શુવેન્દુ અધિકારીએ કહ્યું, ‘તમારે કોરોના સામે પીએમ મોદીની રસી લેવી પડશે. તેઓ ચૂંટાયેલા પ્રધાનમંત્રી છે. તેમની વિરુદ્ધ બોલવાનો મતલબ ભારત માતા અને લોકશાહી વિરુદ્ધ બોલવાનો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કોરોના રસી નથી, તેથી તમારે ફક્ત પીએમ મોદીની રસી લેવી પડશે.

 222 ,  3