સંક્રમણ વધતા બોલ્યા PM મોદી – વેક્સિનેશન વધારવું પડશે, પેનિક મોડમાં ન આવે જનતા

PM મોદીએ કહ્યું- ઝડપથી નિર્ણાયક પગલાં ભરવાની જરૂર

દેશમાં કોરના સંક્રમણના વધી રહેલા કેસના પગલે પીએમ મોદીએ આજે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં  મોદીએ કહ્યુ, દેશની કોરોના સામેની લડત એક વર્ષથી ચાલી રહી છે. ભારતના લોકો કોરોનાનો જે રીતે સામનો કરી રહ્યા છે તેનું ઉદાહરણ લોકો રજૂ કરે છે. આજે દેશમાં 96 ટકાથી વધુ કેસ રિકવર થયા છે. મૃત્યુ દરના સૌથી ઓછા દરવાળા દેશોમાં ભારત પણ છે. કેટલાક રાજ્યોમાં કેસની સંખ્યા વધી રહી છે. દેશના 70 જિલ્લાઓમાં આ વધારો 150 ટકાથી વધુ છે. આપણે કોરોનાની આ બીજી લહેર ને તરત જ રોકવી પડશે. આ માટે આપણે તાત્કાલિક અને નિર્ણાયક પગલા ભરવા પડશે.

PM મોદીએ કહ્યુંક , ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને ફરી ગંભીરતાથી લેવી પડશે, ટેસ્ટિંગ વધારવું પડશે. આરટી-પીસીઆર ટેટની સંખ્યા 70થી ઉપર લાવવી પડશે. કેરળ-ઉત્તરપ્રદેશ-છત્તીસગઢમાં રેપિડ ટેસ્ટિંગની ઓછું થઈ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે.

વેક્સિનેશનનો બગાડ અટકાવવો પડશે

લોકોને પેનિક મોડમાં લાવવા નથી, ભયનો માહોલ નથી બનાવવો. લોકોને પરેશાનીથી મુક્તિ અપાવવી છે અને જૂના અનુભવો ફરીથી ઉપયોગમાં લાવવા પડશે. વેક્સિનેશનની સ્પીડ વધારવી પડશે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, યુપીમાં વેક્સિનેશન વેસ્ટનો આંકડો 10 ટકા પહોંચ્યો છે. જે ક્યારેય વિચાર્યુ નહોતું. દેશમાં આશરે દરરોજ 30 લાખ વેક્સિન લગાવવામાં આવી રહી છે. આ સ્પીડને વધારવી પડશે અને રસીનો બગાડ અટકાવવો પડશે.

ઝડપથી નિર્ણાયક પગલાં ભરવાની જરૂર

બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જો આપણએ મહામારીને નહીં રોકીએ તો તે એક રાષ્ટ્રીય પ્રકોપ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આપણે જેમ બને તેમ જલદી કોરોના વાયરસની બીજી લહેરને રોકવી જોઈએ. આ માટે આપણે ઝડપથી નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના વિરુદ્ધ દેશની લડતને એક વર્ષથી વધુ થઈ રહ્યું છે. ભારતના લોકોએ કોરોનાનો જે પ્રકારે સામનો કરી રહ્યા છે, તેને લોકો ઉદાહરણ તરીકે રજુ કરે છે. આજે દેશમાં 95 ટકાથી વધુ કેસ રિકવર થઈ ચૂક્યા છે. મૃત્યુદરમાં પણ ભારત સૌથી ઓછા દરવાળા દેશોમાં છે. 

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ પાસે માંગ્યા સૂચનો

બેઠક દરમિયાન પીએમ મોદી એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ પાસે કોરોના સંક્રમણને રોકવા માટે સૂચનો માંગ્યા છે. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે સંક્રમણ રોકવા માટે 2-4 કલાકમાં તમે સૂચનો મોકલો. હું તેના પર આજે જ નિર્ણય લઈશ. 

 88 ,  1