ડાંગ જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ ખાતે હાથ ધરાઇ વિશેષ ‘સ્વચ્છતા ડ્રાઈવ’

‘ક્લીન ઈન્ડિયા’ પ્રોગ્રામ અંતર્ગત

ડાંગ જિલ્લામા તા.૧લી ઓક્ટોબર ૨૦૨૧ થી શરૂ થયેલા ‘ક્લીન ઈન્ડિયા’ પ્રોગ્રામ અંતર્ગત તા.૬ઠ્ઠી ઓકટોબરે જિલ્લાની આરોગ્ય સંસ્થાઓમા વિશેષ ‘સ્વચ્છતા ડ્રાઈવ’ હાથ ધરાઇ હતી.

જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામા ઓક્ટોબર માસ દરમિયાન ડે ટુ ડે ના કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. જે મુજબ તા.૬ના રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત જનરલ હોસ્પિટલ સહિત વઘઇ, સુબિર, અને શામગહાનના સામુહિક આરોગ્ય કેન્દ્રો, તથા પિંપરી, ગાઢવી, ગલકુંડ, સાપુતારા, સાકરપાતળ, ઝાવડા, કાલીબેલ, શિંગાણા, અને પીપલદહાડ તથા ગારખડી ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશેષ ‘સ્વચ્છતા ડ્રાઈવ’ હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક અગ્રણીઓ, અને ગ્રામજનો સહયોગથી આરોગ્યકર્મીઓએ હાથ ધરેલી આ ડ્રાઈવ દરમિયાન આરોગ્ય સંસ્થાઓના ખૂણેખૂણાની સ્વચ્છતા ઉપર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરાયુ હતુ.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી