રમા એકાદશી ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીજીના પૂજનનું વિશેષ મહત્વ

આસો મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે એકાદશી 24 ઓક્ટોબરે છે(વ્રતની શરૂઆત 23 ઓક્ટોબરે રાત્રે 01-10 મિનિટે થઈ જશે). આ વ્રત વિશેની માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે, ત્યાં સુધી કે, બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઇ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્યપ્રદ માનવામાં આવે છે.

રમા એકાદશીના દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન વગરે પૂર્ણ કર્યા પછી વ્રત કરવા માટે સંકલ્પ લો. જે પ્રકારે તમે વ્રત કરી શકતાં હોવ, તે પ્રમાણે સંકલ્પ લો, જેમ કે- જો આખો દિવસ નિરાહાર રહેવા માંગતા હોવ તો પછી એક સમયે ફળાહાર કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની વિધિ-વિધાન પૂર્વક પંચોપચાર પૂજા કરો. જો તમે પોતે પૂજા ન કરી શકતાં હોવ તો કોઈ યોગ્ય બ્રાહ્મણને પૂજા કરવા માટે બોલાવો. પછી ભગવાનને ભોગ લગાવો અને પ્રસાદ ભક્તોમાં વહેંચી દો.

પ્રાચીન કાળમાં મૂંચકૂંદ નામના પ્રખ્‍યાત રાજા થઇ ગયા કે જે વિષ્‍ણુના પરમ ભકત અને સત્‍ય પ્રતિજ્ઞ હતા. પોતાના રાજય પર નિષ્‍કંટક રાજય કરનાર એ રાજાના રાજયમાં નદીઓમાં શ્રેષ્‍ડ એવી “ચંદ્રભાગા” પુત્રીના રુપે ઉત્‍પન્‍ન થઇ. રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એના લગ્‍ન કરાવી દીધા એક વખત શોભન દસમના દિવસે સસરાના ઘેર આવ્‍યા. અને એજ દિવસે સમગ્ર નગરમાં પહેલાની જેમ ઢંઢેરો પીટવામાં આવ્‍યો કે “એકાદશીના દિવસે કોઇ પણ ભોજન ન કરે !” આ સાંભળીને શોભને પોતાની પ્રિય પત્‍ની ચંદ્રભાગાને કહ્યું : “પ્રિયે ! હવે આ સમયે મારે શું કરવું જોઇએ એ વિશે કહે.”ચંદ્રભાગા બોલીઃ “સ્‍વામી ! મારા પિતાને ઘેર એકાદશીના દિવસે મનુષ્‍યતો શું કોઇ પાળેલા પશું વગેરે પણ ભોજન નથી કરી શકતાં, પ્રાણનાથ ! જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે. આ પ્રમાણે મને મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્દઢ કરો.”

આ પ્રકારે સાંજના સમયે પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો. રાતના સમયે ભગવાનની મૂર્તિની પાસે જ બેસીને શ્રીમદભાગવત કે ગીતાનો પાઠ કરો. બીજા દિવસે બ્રાહ્મણોને આમંત્રિત કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો, દાન-દક્ષિણા આપીને સસન્માન વિદાય આપો. ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરો. ભગવાનને માખણ અને સાકરનો ભોગ લગાવો તો અતિ ઉત્તમ રહેશે. આ પ્રમાણે રમા એકાદશીના વ્રતથી ચંદ્રભાગા દિવ્‍ય ભોગ, દિવ્‍ય રુપ, અને દિવ્‍ય આભુષણોથી વિભૂષિત બનીને પોતાના પતિની સાથે મંદરાચળ પર્વતના શિખરપર વિહાર કરે છે. આ વ્રત કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મપુરાણ પ્રમાણે રમા એકાદશીનું પ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે. મૃત્યુ પછી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.

 17 ,  1