ડાંગ જિલ્લા સર્કિટ હાઉસ ખાતે વન અને પર્યાવરણ મંત્રીની સંગઠન સાથે ખાસ મુલાકાત

મંત્રી ગણપત વસાવાએ ડાંગની બગદોડ જ્યારથી સાંભળી છે ત્યારથી કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ

સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે અને ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગલભાઈએ રાજીનામુ આપ્યા પછી ડાંગનું વાતાવરણ પણ તંગ થયું છે કૉંગ્રેસ ડાંગમાં લગભગ બેકફૂટ પર લાગી રહ્યું છે હવે જ્યારે વન અને પયરાવર્ણ મંત્રી ગણપત વસાવાએ ડાંગની બગદોડ જ્યારથી સાંભળી છે ત્યારથી કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને બીજેપીના પદાધિકારીઓમાં ભાગદોડ મચી જવા પામી છે.

આજની ડાંગ જિલ્લાના પાર્ટીના હોદ્દેદારો સાથેની મિટિંગ પછી ગણપત વસાવાજીએ પેટા ચૂંટણીની જીત માટે માઇક્રોપ્લાનિંગ કરીને ડાંગની સીટ ઝબ્બે કરવા માટે શંખનાદ કરીને પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂકીને જીતની આશા વ્યક્ત કરી છે.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ડાંગમાં કોંગ્રેસ વેર વિખેર હાલતમાં છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ નિરાશામાં છે. જ્યારે ભાજપાના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુમાં મંત્રીએ કહ્યું કે, ભાજપ બહુમત સાથે જીત હાંસલ કરશે.

 110 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર