September 26, 2020
September 26, 2020

કોંકણ પ્રદેશના પરિવારોને ગણેશ ચતુર્થી નિમિતે વતન જવા વિશેષ ટ્રેન માટે રૂપાણી સરકારે આપી મંજૂરી

કુડલ-સાવંત વાડી–રત્નાગીરી માટે અમદાવાદ-વડોદરાથી ખાસ 12 વિશેષ ટ્રેન દોડાવાશે

ગણેશ ચુતુર્થીના પર્વને લઈને ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના લોકો તેમના વતનમાં પરિવાર સાથે પર્વ મનાવી શકે તેવા હેતુથી રાજ્ય સરકારે ૧ર વિશેષ ટ્રેનને મંજૂરી આપી છે. જે અંતર્ગત ૧૮ ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી અમદાવાદ અને વડોદરાથી કુડલ-સાવંત વાડી તેમજ રત્નાગીરી માટે આ વિશેષ ટ્રેન સેવાઓ શરૂ કરાશે.

જોકે પ્રવર્તમાન કોરોના મહામારીની સ્થિતીને ધ્યાનમાં રાખીને આ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાસ સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમો અને માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મહત્વપૂર્ણ છે કે, પશ્ચિમ રેલ્વે મુંબઇ દ્વારા કોંકણ પ્રદેશના મુસાફરો માટે ગણેશ ચતુર્થીના તહેવાર દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખાસ ટ્રેન ચલાવવાની માંગણી કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે.

આ વિશેષ ટ્રેનની જે 12 ટ્રીપને મંજૂરી આપવામાં આવી છે તેમાં 18 ઓગસ્ટ અને 25 ઓગસ્ટે અમદાવાદથી કુડલ માટે, 21 ઓગસ્ટ અને 28 ઓગસ્ટે અમદાવાદથી સાવંતવાડી માટે તેમજ 23 ઓગસ્ટ અને 30 ઓગસ્ટે વડોદરાથી રત્નાગીરી માટે ટ્રેન દોડાવવામાં આવશે. વળતી મુસાફરીમાં આ વિશેષ ટ્રેન 19 અને 26 ઓગસ્ટે કુડલથી અમદાવાદ, 22 અને 29 ઓગસ્ટે સાવંતવાડીથી અમદાવાદ અને 24 તેમજ 31 ઓગસ્ટે રત્નાગીરીથી વડોદરા આવશે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર