કોરોનાની રસી બનાવનાર Pfizer કંપનીના CEOની ધરપકડની અટકળો…

સોશિયલ મીડિયામાં આ સમાચાર વાયુ વેગે વહેતા થયા…

કોરોનાની રસી બનાવનાર વિદેશી કંપની Pfizerના CEO Albert Bourlaની Federal Bureau of Investigation(FBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ સમાચાર વિશ્વભરમાં સોશિયલ મીડિયામાં વાયુ વેગે વહેતા થયા છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપનીના CEOની FBIએ શુક્રવારે સવારે ન્યૂયોર્ક સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી હતી. આ પહેલા પણ આલ્બર્ટ બૌરલા વિશે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રસીકરણના અભાવે તેમનો ઈઝરાયેલ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. આ વેબસાઈટ પરના એક એહવાલ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ, ટિપ્પણીઓ અને શેર માટે બાઢ આવી છે. હજારો લોકો આ સમાચાર શેર કરવા લાગ્યા.

દાવો શું છે?
ConservativeBeaver.com પરની વેબસાઈટ પર એક અનામી લેખકના લેખને પગલે આ ચર્ચા વેગ પકડી રહી છે. આ લેખનું શીર્ષક છે ” છેતરપિંડીના આરોપમાં Pfizer CEOની ધરપકડ”. વેબસાઈટે લખ્યું છે કે, “ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોઅરલાને શુક્રવારે સવારે એફબીઆઈ દ્વારા તેમના ન્યૂયોર્કના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કોવિડ રસીના કેસમાં છેતરપિંડીનો આરોપ છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આલ્બર્ટ બોઅરલાની COVID-19 રસીની અસરકારકતા વિશે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી