સ્પાઈડરમેને તોડયા કમાણીના રેકોર્ડ, દેશમાં એક જ દિવસમાં આટલા કરોડની કમાણી !

સૂર્યવંશીએ પ્રાણ ફુંકયા બાદ હવે સ્પાઈડરમેને ચેતના ભરી..

‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ એ પહેલા દિવસે જ તાબડતોડ કમાણી કરી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ એવેન્જર પછી બીજી સૌથી મોટી ફિલ્મ તરીકે સામે આવી છે. આ ફિલ્મ જોવાનો ક્રેઝ દેશ-વિદેશના ખૂણે-ખૂણે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. ફિલ્મની જોરદાર ઓપનિંગ જોઈને કહી શકાય કે ‘સ્પાઈડર મેનઃ નો વે હોમ’ આ અઠવાડિયે 100 કરોડનો આંકડો પાર કરી જશે.

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોમમાં રહેલા સિનેમા હોલમાં સૂર્યવંશીએ પ્રાણ ફુંકયા બાદ હવે હોલિવૃડની ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ સ્પાઈડરમૈને સિનેમા હોલમાં ચેતના ભરી દીધી છે. સ્પાઈકરમૈનનો વે હોમ એ તો રિલીઝ પૂર્વે જ એડવાન્સ બુકીંગમાં રેકોર્ડ તોડી નાખ્યા છે તેણે એડવાન્સ બુકીંગ સહિત 47 કરોડ રૂપિયા કમાઈ લીધા છે, ગઈકાલે રિલીજ થયા સુધીમાં દેશમાંથી આટલા રૂપિયાની કમાણી થઈ છે. હજુ કેટલા રેકોર્ડ તોડશે તે નકકી નથી.

હાલ આ ફિલ્મ દેશના 3200 થી વધુ સ્ક્રીન પર રિલીઝ થનારી બોલિવૃડની પ્રથમ ફિલ્મ બની છે.નેશનલ સિનેમા ચેન પીવીઆર અને આઈનોકસે જણાવ્યું હતું કે એડવાન્સ બુકીંગ ખુલ્યા બાદ માત્ર 24 કલાકમાં આ ફિલ્મની લાખો ટિકિટ બુક થઈ ગઈ હતી.પીવીઆરે પહેલા 24 કલાકમાં 1 લાખ ટિકિટ વેચી હતી તો આઈનોકએ આ દરમિયાન દોઢ લાખ ટિકિટ વેચી હતી. આ ફિલ્મનો યંગસ્ટર્સીમાં એટલો તો ક્રેઝ છે

કે તેનું એડવાન્સ બુકીંગ પણ સિનેમાવાળાઓરે ગત રવિવારે જ શરૂ કરવું પડયું હતું. તેના શો પણ સવારે 5 વાગ્યાથી મોડી રાત સુધી ચાલી રહ્યા છે. પ્રોડયુસર અને અને ટ્રેડ એનલિસ્ટ ગિરિશ જૌહરે જણાવ્યું છે કે ભારતમાં 3200 થી વધુ સ્કિપ્નમાં રજૂ થનારી હોલિવૃડની પ્રથમ ફિલ્મ બની છે. આ ફિલ્મે સૂયવંશી બાદ ઠંડી પડેલી બોકસ ઓફિસને ગરમ કરી દીધી છે. દર્શકો સિનેમા હોલમાં પાછ ફરી રહ્યા છે. તેનો ફાયદો ક્રિસમસ પર રિલીઝ થતી રણવીરસિંહની ફિલ્મ 83ને થશે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી