આ યુવાનની પ્રેરણામૂર્તિ છે, સુરતને ખૂબસૂરત બનાવનાર અધિકારી…

UPSCમાં ત્રીજી વખત સફળ થનાર સુરતી યુવાનનું IASનું સ્વપ્ન થશે પૂર્ણ

તેનું નામ છે કાર્તિક જીવાણી માત્ર 26 વર્ષની ઉમરે ભારતમાં કઠિનમાં કઠિન ગણાતી UPSCની પરિક્ષા એક બે વખત નહીં, પરંતુ ત્રણ વખત પાસ કરી અને ત્રીજી વખતે પણ 1થી 10 વચ્ચેની રેન્કમાં સ્થાન પ્રાપ્ત કર્યું, તેનું એક જ કારણ કે સુરતના આ યુવાનને તત્કાલિન IAS અધિકારી એસ.આસ રાવની જેમ બનવું હતું. અને હાલમાં હૈદ્રાબાદ ખાતે IPSની તાલિમ હેઠળ હોવા છતાં ત્રીજી વખત પાસ થઇને એસ.આર.રાવની જેમ સનદી અધિકારી બનવાનું સ્વપ્ન પૂર્ણ કરશે. નોંધનિય છે કે, સુરતમાં જ્યારે પ્લેગ ફાટી નિકળ્યો ત્યારે એસ.આર રાવે ખાસ અધિકારી તરીકેની જવાબદારી નિભાવીને સુરતને ખૂબસૂરત બનાવ્યું હતું.

કાર્તિક જીવાણી કહે છે કે, તેણે સુરતમાં નાની વયે એસ.આર રાવને કાદવ કિચડમાં ફરીને સુરતમાં કામ કરતા જોયા છે. અને માર પણ એક ઇચ્છા હતી કે, હું પણ રાવની જેમ સનદી અધિકારી બનીને લોકોની તકલીફો દુર કરૂ. તેથી IPSમાં સિલેક્ત થવા છતાં ત્રીજી વાર પરિક્ષા આપી અને હવે હું રાવની જેમ IAS અધિકારી બનીશ શકીશ.

સ્પીપામાંથી પાસ થયેલા ઉમેદવારોમાં કાર્તિક જીવાણી (ઓલ ઈન્ડિયા રેન્ક-8), વલય વૈદ્ય (ઓલ ઈન્ડિયા રેન્ક-116), નિરજા શાહ (ઓલ ઈન્ડિયા રેન્ક-213), અંકિત રાજપૂત (ઓલ ઈન્ડિયા રેન્ક-260), અતુલ ત્યાગી (ઓલ ઈન્ડિયા રેન્ક-291), સંજય કેશવાલા (ઓલ ઈન્ડિયા રેન્ક-368), હેમંત કલાલ (ઓલ ઈન્ડિયા રેન્ક-371), પીંકેશ પરમાર (ઓલ ઈન્ડિયા રેન્ક-380), આયુષી સુતરિયા (ઓલ ઈન્ડિયા રેન્ક-404), વિવેક ભેડા (ઓલ ઈન્ડિયા રેન્ક-465), સુમિત મકવાણા (ઓલ ઈન્ડિયા રેન્ક-556), કૌશિક મંગેરા (ઓલ ઈન્ડિયા રેન્ક-730) અને કોમલ મંગલમ (ઓલ ઈન્ડિયા રેન્ક-736)નો સમાવેશ થાય છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી