હાર ભલે મળી હોય પરંતુ કોહલીની ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ થઈ રહી છે વાહ વાહ..

જાણો કેમ થઈ રહી છે વિરાટની પ્રશંસા…

ભારતીય ટીમને T-20 વર્લ્ડ કપ 2021ની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે દુબઈમાં ટીમ ઈન્ડિયાને કટ્ટર હરીફ પાકિસ્તાન 10 વિકેટે પરાજય આપ્યો હતો.. વિશ્વકપના ઇતિહાસમાં ભારત સામે પાકિસ્તાનની આ પ્રથમ જીત છે.

મેચ પૂરી થયા બાદ બંને ટીમના ખેલાડીઓએ ખેલદિલી બતાવીને ચાહકોના દિલ જીતી લીધા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ એક ફોટો શેર કરીને કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કર્યા છે.

પીસીબીએ ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘સ્પીરીટ ઓફ ક્રિકેટ.’

એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યા હતા અને જીત માટે અભિનંદન આપ્યાં હતાં.

મેચ સમાપ્ત થયા બાદ પાકિસ્તાન ટીમના વરિષ્ઠ ખેલાડી શોએબ મલિકે ભારતીય ટીમના માર્ગદર્શક એમએસ ધોની સાથે વાત કરી હતી. બંને લાંબા સમય સુધી વાત કરતા રહ્યા, ICC દ્વારા આનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે પણ એમએસ ધોની સાથે મુલાકાત કરી અને હાથ મિલાવ્યા.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી